Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બ્રિટન: 18 વર્ષીય વિદ્યાર્થીની હત્યા બદલ ભારતીય મૂળના શીખ યુવકને 21 વર્ષની જેલ, કિરપાણ પર પ્રતિબંધની માંગ

Chief Editor June 4, 2026
Vickrum Digwa Convicted

બ્રિટનના સાઉધમ્પ્ટનમાં (Southampton) છ મહિના અગાઉ થયેલી 18 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી હેનરી નોવાકની હત્યાના કેસમાં સત્ય સામે આવતાં સમગ્ર દેશ હચમચી ઊઠ્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલ ઉઠ્યા છે.

ભારતીય મૂળના શીખ યુવાને હેનરી પર જીવલેણ હુમલો કર્યા બાદ જાતિવાદનું જૂઠ બોલીને પોલીસને ગેરમાર્ગે દોરી અને પીડિતને જ ગુનેગાર બનાવી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ પણ તેના કહેવામાં આવી અને હુમલાનો ભોગ બનેલા યુવકની ધરપકડ કરી બેઠી.

આ ઘટનાને લગતો એક વીડિયો તાજેતરમાં જાહેર થતાં જ આ મામલો આખા યુ.કે. (UK) માં ભારે ચર્ચા અને આક્રોશનું કારણ બન્યો છે. તેમજ આ ઘટના પછી બ્રિટનમાં શીખો દ્વારા હંમેશા સાથે રખાતા કિરપાણ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ પ્રચંડ થઈ છે.

શું છે સમગ્ર બનાવ જેને સમગ્ર બ્રિટનમાં ચર્ચા જગાવી
હેનરી નોવાક બ્રિટિશ-પોલિશ મૂળનો 18 વર્ષનો યુવાન હતો, જે સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં એકાઉન્ટન્સીનો અભ્યાસ કરતો હતો. એ રાત્રે આશરે 11:30 વાગ્યે હેનરી સાઉધમ્પ્ટનના પોર્ટ્સવુડમાં આવેલા બેલમોન્ટ રોડ પર જતો હતો. ત્યારે રસ્તામાં તેનો ભેટો 23 વર્ષીય ભારતીય મૂળના શીખ યુવાન વિક્રમ દિગ્વા સાથે થયો. હેનરીએ પોતાના ફોનમાં વિક્રમનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. પાછળથી પોલીસને મળેલા વીડિયોમાં દેખાય છે કે હેનરી વિક્રમને ‘હેલો કાર’ (Hello Car) કહે છે અને પછી કશુંક ગીત ગણગણે છે. વીડિયોમાં વિક્રમ ‘આઇ એમ અ બેડ મેન’ (I am a bad man) એવું બોલતો અને ત્યાંથી દૂર જતો દેખાય છે.

સાવ સામાન્ય લાગતી આ ઘટનાએ થોડી જ વારમાં હિંસક સ્વરૂપ લઈ લીધું. વિક્રમે હેનરી પર 21 સેમી (8 ઇંચ) લાંબા મોટા ખંજર વડે હુમલો કર્યો અને એને 5 ઘા માર્યા, જેમાંના 2 હેનરીના પગના પાછળના ભાગે અને 1 હૃદયમાં વાગ્યો હતો, જે જીવલેણ નીવડ્યો. આ ઘટના બની એ સમયે વિક્રમ પાસે 2 છરી હતી. એક નાનું કિરપાણ જે શીખ લોકો કપડાંની નીચે છુપાયેલી રાખે છે અને બીજું એક મોટું ખંજર, જેનો ઉપયોગ તેણે હુમલા માટે કર્યો હતો. આ ઘટના બાદ વિક્રમના ભાઈએ પોલીસને બોલાવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વિક્રમના પિતાએ ઘાયલ હેનરીને દીવાલને ટેકે પકડી રાખ્યો હતો. વિક્રમ પોલીસ સમક્ષ જૂઠું બોલ્યો કે, હેનરીએ વંશીય ટિપ્પણી (Racial Slur) કરીને તેનું અપમાન કર્યું અને પછી હુમલો કર્યો હતો.

પોલીસની ગંભીર બેદરકારી અને માસૂમનું મોત
પોલીસે યોગ્ય તપાસ કર્યા વિના લોહીલુહાણ હાલતમાં પડેલા હેનરી નોવાકને જ હુમલાખોર માની લીધો અને તેને હાથકડી પહેરાવી દીધી. હેનરી પીડાથી તરફડતો રહ્યો અને બોલતો રહ્યો કે, ‘મને છરી મારી છે, હું શ્વાસ નથી લઈ શકતો.’ આમ છતાં પોલીસે એના શબ્દો પર ध्यान ન આપ્યું. તેમણે હેનરીને ઢસડીને ખેંચ્યો અને પછી તેના હાથ પીઠ પાછળ લઈ જઈ તેને હાથકડી (Handcuffs) પહેરાવી દીધી. તેના થોડા જ સમયમાં હેનરીએ દમ તોડી દીધો. ચોંકાવનારી વાત એ હતી કે સાચા હત્યારા વિક્રમને ઘટના સ્થળે હાથકડી પણ પહેરાવાઈ નહોતી.

આ કેસના કારણે બ્રિટિશ પોલીસની વિવાદાસ્પદ પોલિસી ‘એન્ટી-રેસિઝમ કમિટમેન્ટ્સ’ (Anti-Racism Commitments) પર સવાલ ઊભા થયા છે. ટીકાકારોનું કહેવું છે કે આ કેસમાં પોલીસ જાતિવાદના આરોપથી ડરી ગઈ હતી, જેથી હુમલાખોરની વાત સાચી માનીને તેમણે ગંભીર રીતે ઘાયલ હેનરીને બચાવવાને બદલે તેને જ ગુનેગાર માની લીધો હતો.

2 જૂન 2026 ના રોજ હેમ્પશાયર પોલીસે (Hampshire Police) ઘટનાના ફૂટેજ જાહેર કર્યા ત્યારે દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો. સાઉધમ્પ્ટનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા, જેણે હિંસક સ્વરૂપ લીધું અને પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. હવે આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સ્વતંત્ર તપાસ ચાલી રહી છે, જે આગામી 3 મહિનામાં પૂર્ણ થશે.

આરોપીના પરિવારને પણ સજા
વિક્રમે કોર્ટમાં સ્વ-બચાવની (Self-defense) દલીલ કરી હતી, જો કે હેનરીના ફોનના ફૂટેજે આ તમામ આરોપો ખોટા સાબિત કર્યા. 28 મે 2026 ના રોજ જ્યુરીએ વિક્રમને હત્યા અને જાહેર સ્થળે હથિયાર રાખવા બદલ દોષિત જાહેર કર્યો અને તેને 21 વર્ષની સજા ફટકારી. આ ગુનામાં વિક્રમના પરિવારે પણ ગુનાઇત સાથ આપ્યો હતો. તેની 53 વર્ષની માતા કિરણ કૌરે હત્યામાં વપરાયેલું ખંજર છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ગુનેગારને મદદ કરવા બદલ તેને પણ દોષિત ઠેરવાઈ છે. વિક્રમના પિતા મોગા સિંહ (52 વર્ષ) અને ભાઈ ગુરપ્રીત (27 વર્ષ) પણ ગુનામાં મદદ કરવા બદલ દોષી ગણાવાયા છે.

Keir Starmer
UK PM Keir Starmer

આ કેસમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરથી (Keir Starmer) લઈને ગૃહ સચિવ શબાના મહમૂદ અને કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોક જેવા ઘણાં રાજકારણીઓની આક્રમક પ્રતિક્રિયા આવી છે. તેમણે પોલીસની ભૂમિકાની આકરી ટીકા કરીને આ કેસને ધર્મ કે જાતિવાદનો નહીં પરંતુ માત્ર ‘હત્યાનો કેસ’ (Murder Case) ગણાવ્યો છે અને સરકાર પાસે કડક પગલાંની માંગ કરી છે. હેમ્પશાયર પોલીસે આ ભયાનક ભૂલ બદલ હેનરીના પરિવારની માફી માંગી છે, પરંતુ બ્રિટનની જનતામાં ભારે રોષ છે.


Read More : યુકેમાં 18 વર્ષના યુનિવર્સિટી વિદ્યાર્થીની હત્યા મામલે 23 વર્ષીય શીખ યુવાન દોષિત જાહેર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Keir Starmer (કીર સ્ટાર્મર) UK (બ્રિટન)

Post navigation

Previous: ઇન્કમ ટેક્સ એક્ટમાં મોટો સુધારો: વિદેશી રોકાણકારો માટે સરકારી બોન્ડ્સ પરનો ટેક્સ સંપૂર્ણ માફ થશે
Next: NetApp ના CEO જ્યોર્જ કુરિયન અમેરિકાના H-1B વિઝા વિવાદના કેન્દ્રમાં શા માટે આવ્યા?
Follow

Recent Posts

  • ભારતીય મૂળના આર્ક રાવના સ્ટાર્ટઅપ SPAN એ ઘરોની બહાર AI હબ બનાવવા માટે NVIDIA સાથે ભાગીદારી કરી
  • NetApp ના CEO જ્યોર્જ કુરિયન અમેરિકાના H-1B વિઝા વિવાદના કેન્દ્રમાં શા માટે આવ્યા?
  • બ્રિટન: 18 વર્ષીય વિદ્યાર્થીની હત્યા બદલ ભારતીય મૂળના શીખ યુવકને 21 વર્ષની જેલ, કિરપાણ પર પ્રતિબંધની માંગ
  • ઇન્કમ ટેક્સ એક્ટમાં મોટો સુધારો: વિદેશી રોકાણકારો માટે સરકારી બોન્ડ્સ પરનો ટેક્સ સંપૂર્ણ માફ થશે
  • મમતાની પાર્ટીમાં ડખો, કેન્દ્રમાં BJP માટે બંધારણીય બિલો પાસ કરવાનો માર્ગ મોકળો થશે!
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.