World

અમેરિકાને યુરોપ સાથે વાંકું પડ્યું, ટ્રમ્પે જર્મનીથી 5,000 અમેરિકન સૈનિકો પાછા બોલાવ્યા

US Germany Tension | મિડલ ઈસ્ટમાં ચાલતા સંઘર્ષ અને નાટો (NATO) સંગઠનના આંતરિક મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી રહી છે.

પેન્ટાગોન (Pentagon) દ્વારા શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા તેના નાટો સહયોગી દેશ જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચી રહ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે સંરક્ષણ સમીકરણો બદલાય તેવી શક્યતા છે.

આ સૈન્ય કાપનો આદેશ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની ઉગ્ર ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. ચાન્સેલર મેર્ઝે નિવેદન આપ્યું હતું કે ઈરાનીઓ વાટાઘાટોમાં અમેરિકાનું અપમાન કરી રહ્યા છે, જેની સામે ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપતા મેર્ઝની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા.

ઓવલ ઓફિસ (Oval Office) માં આયોજિત એક કાર્યક્રમમાં ટ્રમ્પે જર્મન ચાન્સેલર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે જર્મની હાલમાં ઊર્જા અને ઘૂસણખોરીની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે મેર્ઝ યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમના નિર્ણયોને કારણે યુક્રેન મુશ્કેલીમાં ફસાઈ ગયું છે.

બીજી તરફ, ચાન્સેલર મેર્ઝે સૈનિકોના ઘટાડા અંગે સીધો વાંધો ઉઠાવ્યા વગર સાથી દેશો સાથે વિશ્વાસપાત્ર સંબંધો જાળવવાની કટિબદ્ધતા દર્શાવી છે. જર્મનીએ ઈરાન દ્વારા બંધ કરવામાં આવેલી હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને ખોલવામાં સહયોગ આપવાની તૈયારી બતાવી છે.

નોંધનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વનું આશરે 20% ક્રૂડ ઓઈલ (Crude Oil) બજારમાં પહોંચી શકતું નથી, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. અમેરિકાના આ આકરા વલણને કારણે આગામી સમયમાં ટ્રાન્સ-એટલાન્ટિક (Trans-Atlantic) સંબંધોમાં ભારે અસ્થિરતા જોવા મળી શકે છે.

Chief Editor

Recent Posts

ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल

ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…

16 minutes ago

ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા

Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…

1 hour ago

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

18 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

20 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

20 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

20 hours ago