National

રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા

Vijay Thalapathy TVK | તમિલનાડુ (Tamil Nadu) ના રાજકારણમાં તાજેતરમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર (Superstar) વિજય થલાપતિની નવનિર્મિત પાર્ટી ‘તમિલગ વેત્રી કઝગમ’ (TVK) એ પ્રથમ ચૂંટણીમાં જ ઐતિહાસિક પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે.

કુલ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને વિજયે સાબિત કરી દીધું છે કે ફિલ્મોની જેમ રાજકારણ (Politics) માં પણ તેમની લોકપ્રિયતા અજોડ છે. જોકે, આ સફળતા પાછળ એક એવો સમય પણ હતો જ્યારે વિજય રાજનીતિના નામથી જ દૂર ભાગતા હતા.

વિજયના જીવનનો સૌથી ચોંકાવનારો કિસ્સો વર્ષ 2020 માં બન્યો હતો, જ્યારે તેમના પિતા અને જાણીતા ડાયરેક્ટર એસ. એ. ચંદ્રશેખરે વિજયની મંજૂરી વગર ‘વિજય મક્કલ અય્યકમ’ (VMI) નામની રાજકીય પાર્ટી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ પાર્ટીમાં પિતા પોતે મહાસચિવ (General Secretary) અને વિજયના માતા શોભા ટ્રેઝરર (Treasurer) બન્યા હતા. આ વાતની જાણ થતા વિજય અત્યંત નારાજ થયા હતા અને સપ્ટેમ્બર 2021માં તેમણે જાહેર કર્યું કે આ પ્રવૃત્તિઓમાં તેમની કોઈ સહમતિ નથી.

વાત એટલી વધી ગઈ કે વિજયે પોતાના માતા-પિતા સહિત 11 લોકો વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court) માં કેસ દાખલ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના નામ કે ફેન ક્લબ (Fan Club) નો રાજકીય ઉપયોગ ગેરકાનૂની ગણાશે, જેના પરિણામે તે પક્ષને ભંગ કરવો પડ્યો હતો.

વિજયની ફિલ્મી સફરની વાત કરીએ તો, તેમણે બાળ કલાકાર તરીકે પિતાની ફિલ્મ ‘વેટ્રી’ થી શરૂઆત કરી હતી. વર્ષ 1993માં આવેલી ફિલ્મ ‘સેંથૂરપાંડી’ થી તેમને એક રોમેન્ટિક અને ફેમિલી એક્ટર તરીકે ઓળખ મળી.

ધીમે-ધીમે એક્શન ફિલ્મો દ્વારા તેઓ માસ સિનેમાના લોકપ્રિય હીરો બન્યા અને ચાહકોએ તેમને ‘થલાપતિ’ (Thalapathy) એટલે કે કમાન્ડરનો ખિતાબ આપ્યો.

રાજકારણમાં આવવા અંગે વિજય લાંબા સમય સુધી મૂંઝવણમાં હતા. વર્ષ 2009થી તેમના પિતા પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ વિજયે વર્ષ 2021 માં સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી રાજ્યમાં કોઈ રાજકીય ‘શૂન્યાવકાશ’ ઊભો ન થાય ત્યાં સુધી તેઓ પ્રવેશ કરશે નહીં.

આજે તે જ વિજયની પાર્ટી TVK તમિલનાડુમાં બે મોટા પક્ષોને પછાડીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જે ભારતીય રાજનીતિની એક મોટી ઘટના ગણાય છે.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

10 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

11 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

11 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

12 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

15 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

15 hours ago