Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત, 2ના મોત

Chief Editor January 31, 2026
surendranagar-dasada-panwa-triple-accident-two-death

Triple Accident in Surendranagar | દસાડા તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને એક રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માત (Triple Accident)માં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી વિગતો અનુસાર, વડગામ અને શંખેશ્વર વચ્ચે આવેલા પાનવા કેનાલ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર (Accident) થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા 108ની ટીમ ઘટના અને દસાડા પોલીસનો કાફળો સ્થળે દોડી આવી હતી.

Join Our WhatsApp Group

પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના (Accident)માં મેરાજી પરમાર (ઉ.વ.55) અને સેંધાજી પરમાર (ઉ.વ.35)નાં મોત થયા છે, અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો અમદાવાદના દેત્રોજ બાજુના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ પણ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Dasada (દસાડા) Road Accidents (માર્ગ અકસ્માત) Surendranagar (સુરેન્દ્રનગર)

Post navigation

Previous: બિલ ગેટ્સનેને રશિયાની યુવતીઓ સાથે શારીરિક સંબંધથી થયો હતો ગુપ્ત રોગ
Next: સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદી ₹1.10 લાખ અને સોનું ₹20,000 સસ્તું થયું
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.