Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરતમાં સગીરાની છેડતી, આરોપી અઝીઝને સ્થળે લવાતા ભીડ બેકાબૂ, પોલીસનો લાઠીચાર્જ

Chief Editor April 25, 2026
surat-althan-minor-molestation-case-accused-arrested-protest

Surat Molestation Case | સુરતના પોશ ગણાતા અલથાણ (Althan) વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ટ્યુશન (Tuition) થી ઘરે પરત ફરી રહેલી 12 વર્ષની સગીરાની છેડતી (Molestation) કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આ ઘટના ગત રાત્રિના આશરે 8:15 વાગ્યે એટલાન્ટા મોલ (Atlanta Mall) પાસે બની હતી. આરોપીની ઓળખ 35 થી 40 વર્ષીય મહંમદ અઝીઝ (Mohammad Aziz) તરીકે થઈ છે, જેને લોકોએ રંગેહાથ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો.

Join Our WhatsApp Group

ઘટનાની જાણ થતા જ પાટીદાર સમાજના લોકો, હિન્દુ સંગઠનો અને SPG ના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ સ્ટેશન (Althan Police Station) ખાતે ઉમટી પડ્યા હતા. લોકોની ભીડ એટલી વધી ગઈ હતી કે આશરે 4,000 થી વધુ લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું.

લોકો ‘જય શ્રી રામ’ ના નારા સાથે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ (Lathicharge) કરવાની અને ટીયર ગેસ (Tear Gas) છોડવાની ફરજ પડી હતી. આ ઘર્ષણમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ (Hospital) ખસેડાયા હતા.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, સગીરાની છેલ્લા 3 દિવસથી છેડતી કરવામાં આવી રહી હતી. અંતે હિંમત બતાવી સગીરાએ બૂમાબૂમ કરતા લોકોએ નરાધમને પકડી લીધો હતો.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ (Police Officers) અને ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ (Arrest) કરી છે અને તેની વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિકોનો નવો નિર્ણય

આ ઘટના બાદ વિસ્તારમાં ભારે રોષ છે. સ્થાનિકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી ફેરિયાઓ (Hawkers) જો કોઈ હિન્દુ ભગવાનની તસવીર રાખશે અને આઈ-કાર્ડ (ID Card) બતાવશે, તો જ તેમને લારી લગાવવા દેવામાં આવશે. હાલમાં અલથાણ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Lathicharge (લાઠીચાર્જ) POCSO Act (પોક્સો એક્ટ) Surat (સુરત)

Post navigation

Previous: મહેસાણામાં ચૂંટણી પહેલા લોહિયાળ જંગ: ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા
Next: મણિપુરમાં ફરી ભભૂકી હિંસા: નાગા અને કુકી જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, 3 ના મોત
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.