NRI

H-1B બાદ સારા ગોન્ઝાલેસે ભારતીય કેરીઓ પર નિશાન સાધ્યું, સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ

Sara Gonzales Mangoes | રૂઢિચુસ્ત વિવેચક (Conservative commentator) અને પોડકાસ્ટ હોસ્ટ સારા ગોન્ઝાલેસ (Sara Gonzales) હાલમાં તેમના એક શો દરમિયાન ભારતીય કેરીઓ (Indian Mango) અને ભારતીય વસાહતીઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે ભારતીય-અમેરિકન સમુદાયના નિશાના પર છે. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર ‘શ્રાવ્ય જી’ નામના યુઝર્સે આ શોની એક ક્લિપ શેર કરી ત્યારે આ વિવાદ વકર્યો હતો.

આ ક્લિપમાં ગોન્ઝાલેસ પર જાતિવાદ (Racism) ફેલાવવાનો અને ભારતીય સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શો દરમિયાન ગોન્ઝાલેસે ભારતીય અમેરિકનોમાં લોકપ્રિય એવી બંગનપલ્લી (Banganapalli) કેરીની મજાક ઉડાવી હતી અને તેનું નામ વારંવાર ખોટી રીતે ઉચ્ચાર્યું હતું. તેમણે આ આયાતી કેરીઓ માટે પ્રીમિયમ (Premium) કિંમતો ચૂકવવા પાછળના ગાંડપણ પર સવાલ ઉઠાવ્યા હતા.

ધ વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ (Media Report) પોતાના કાર્યક્રમમાં ગોન્ઝાલેસે ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ (The Wall Street Journal) ના તાજેતરના એક લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ લેખમાં અમેરિકામાં ભારતીય કેરીઓની વધતી જતી માંગ અને લોકોના ક્રેઝ વિશે વિગતવાર જણાવાયું હતું કે કેવી રીતે લોકો વોટ્સએપ (WhatsApp) ગ્રૂપ પર નજર રાખે છે અને કેરી ખરીદવા માટે ઓફિસની મીટિંગ્સ પણ છોડી દે છે. આ અહેવાલ પર કટાક્ષ કરતા ગોન્ઝાલેસે કહ્યું કે, મને નથી લાગતું કે સામાન્ય અમેરિકનો આ કેરીઓ પાછળ દોડી રહ્યા છે, પરંતુ આ એવા લોકો છે જેઓ બહારથી અહીં આવી રહ્યા છે. તેમણે કેરીઓને ‘બાયોહેઝાર્ડ’ (Biohazard) અને ઘૃણાસ્પદ ગણાવીને દાવો કર્યો કે ગ્રાહકોને તેનાથી ઈ-કોલી (E. coli) જેવા બેક્ટેરિયાનું જોખમ હોઈ શકે છે.

એનિમેટેડ પાત્ર અને સ્ટીરિયોટાઇપ: આ વિવાદને વધુ ગંભીર બનાવનાર બાબત શોમાં દર્શાવવામાં આવેલું એક એનિમેટેડ (Animated) બ્રાઉન-સ્કીન પાત્ર હતું. ગોન્ઝાલેસે આ પાત્ર દ્વારા કટાક્ષ કરતા બતાવ્યું કે ભારતીય દર્શકો તેમની આ ટીકા પર કેવી પ્રતિક્રિયા આપશે. આ પાત્રે ભારતીયોની શૈક્ષણિક સિદ્ધિઓ, સંપત્તિ, શોધો અને અમેરિકાના અર્થતંત્રમાં તેમના આર્થિક યોગદાન વિશે અતિશયોક્તિભરી વાતો કરી હતી. આલોચકોનું કહેવું છે કે આ પાત્ર અને ટિપ્પણીઓ ભારતીયો પ્રત્યેના નકારાત્મક પૂર્વગ્રહો (Stereotypes) ને પ્રોત્સાહન આપે છે. જોકે, સમર્થકોએ તેને માત્ર ઇમિગ્રેશન (Immigration) સંબંધિત મુદ્દાઓ પર એક વ્યંગ ગણાવ્યો હતો.

ભારતીય કેરીઓનો ક્રેઝ: અમેરિકામાં વસતા ભારતીયોમાં આલ્ફોન્સો (Alphonso), કેસર (Kesar) અને બંગનપલ્લી જેવી કેરીઓ ભારે લોકપ્રિય છે. શ્રાવ્ય જી એ લખ્યું કે ગ્રાહકો પોતાના પૈસા ગમે ત્યાં ખર્ચવા મુક્ત છે. ભારતીય અમેરિકનો આ ટૂંકી સિઝન (Season) દરમિયાન ગ્રોસરી સ્ટોર્સ અને કમ્યુનિટી નેટવર્ક દ્વારા ખાસ ઓર્ડર આપીને કેરી મંગાવે છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago