Gujarat

સાબરમતી ઓખા વંદે ભારત એક્સપ્રેસ ના રૂડ, સમય અને સ્ટેશનમાં ફેરફાર, જાણો નવું ટાઇમ ટેબલ

Vande Bharat Ahmedabad to Okha Timings | અમદાવાદ (Ahmedabad) અને ઓખા (Okha) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનના સમયપત્રક, ઓપરેશનના દિવસો અને ટર્મિનલ સ્ટેશન (Terminal Station) માં રેલવે બોર્ડ (Railway Board) દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

દ્વારકાધીશના દર્શને જવા ઈચ્છતા અમદાવાદીઓ માટે રેલવે મંત્રાલય (Ministry of Railways) તરફથી આ મોટા સમાચાર છે. આ નવા ફેરફાર બાદ હવે પશ્ચિમ અમદાવાદના રહેવાસીઓને મુખ્ય રેલવે સ્ટેશન (Railway Station) સુધી લાંબા થવું નહીં પડે, કારણ કે ટ્રેનને હવે આંબલી રોડ (Ambli Road) સ્ટેશન પર નવું સ્ટોપેજ (Stoppage) આપવામાં આવ્યું છે.

રેલવે બોર્ડના સત્તાવાર નોટિફિકેશન (Notification) અનુસાર, ટ્રેન નંબર 22925/22926 (Train Number 22925/22926) અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદ (કાલુપુર) સ્ટેશનના બદલે સાબરમતી જંક્શન (Sabarmati Junction) થી ઉપડશે અને ત્યાં જ તેનું પ્રસ્થાન તેમજ આગમન ટર્મિનલ રહેશે.

સુધારેલા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે સાબરમતી જંક્શનથી ઉપડશે અને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન સાબરમતીથી નીકળીને આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને ઓખા પહોંચશે.

એ જ રીતે, પરત ફરતી ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ સાંજે 4:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને રાત્રે 11:15 વાગ્યે સાબરમતી જંક્શન પર પરત ફરશે. આ ટ્રેન પણ દ્વારકા, જામનગર અને રાજકોટ (Rajkot) સહિતના નિયત સ્ટેશનો પર સ્ટોપેજ કરશે.

નવા સમયપત્રક હેઠળ, આ ટ્રેન બંને દિશામાં આંબલી રોડ સ્ટેશન પર 2 મિનિટ માટે ઊભી રહેશે. આ ઉપરાંત સાણંદ (Sanand) માં પણ તેનું સ્ટોપેજ રાખવામાં આવ્યું છે. આ નિર્ણયથી પશ્ચિમ અમદાવાદ, બોપલ, ઘાટલોડિયા અને સાણંદ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે. પ્રવાસીઓએ હવે ટ્રેન પકડવા માટે કાલુપુર સ્ટેશન (Kalupur Station) જવાની જરૂર નહીં રહે.

ટ્રેનના સંચાલનના દિવસોમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ-ઓખા વંદે ભારત ટ્રેન મંગળવારે ચાલતી નહોતી, જ્યારે ઓખા-અમદાવાદ સર્વિસ (Service) બુધવારે બંધ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા હેઠળ, બંને દિશાની ટ્રેનો અઠવાડિયામાં માત્ર મંગળવારે જ બંધ રહેશે અને બાકીના 6 દિવસ નિયમિત રીતે દોડશે.

રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે (Western Railway) ને આ ફેરફારો એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમ (Advance Reservation System) માં તાત્કાલિક લાગુ કરવા આદેશ અપાયો છે.

એક દિવસમાં દ્વારકા જઇ શકશો પણ દ્વારકાધીશના દર્શન નહી કરી શકો
જોકે, આ નવા સમયપત્રકથી શ્રદ્ધાળુઓ માટે એક મુશ્કેલી પણ ઊભી થઈ છે. દ્વારકા આ ટ્રેન બપોરે 12:30 વાગ્યે પહોંચાડશે, જ્યારે દ્વારકા મંદિર બપોરે 1:00 વાગ્યે બંધ થઈ જાય છે. સ્ટેશનથી મંદિરનું અંતર 2 થી 3 કિલોમીટર હોવાથી અડધા કલાકમાં દર્શન કરવા મુશ્કેલ છે. તે જ રીતે, મંદિર સાંજે 5:00 વાગ્યે ખુલે છે અને પરત ફરતી ટ્રેન સાંજે 5:05 વાગ્યે દ્વારકા આવશે અને 5:10 વાગ્યે ઉપડી જશે. આ સ્થિતિમાં ભક્તો માટે દ્વારકાધીશના દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બનશે.

Chief Editor

Recent Posts

માતૃભૂમિનો મોહ: અંતિમ શ્વાસ ભારતમાં લેવા માટે 94 વર્ષના વૃદ્ધાએ અમેરિકાની નાગરિકતા છોડી

Indian Citizenship | ઇન્સાન દુનિયાના ગમે તે ખૂણે કેમ ન પહોંચી જાય, પરંતુ પોતાની જન્મભૂમિ…

53 minutes ago

હોર્મુઝનો નવો વિકલ્પ: ઓમાનમાં 100 અબજ ડૉલરનો નહેર પ્રોજેક્ટ, દિવાસ્વપ્ન કે માસ્ટરસ્ટ્રોક?

વૈશ્વિક અર્થતંત્રની રક્તવાહિની બદલવાનો જંગ: 100 અબજ ડૉલરનું દિવાસ્વપ્ન કે નવો ભૂ-રાજકીય માસ્ટરસ્ટ્રોક? સ્ટ્રેટ ઓફ…

1 hour ago

અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત કૌભાંડ મામલે FIR દાખલ, 2 મુખ્ય આરોપીઓની ધરપકડ

Ram Mandir FIR | અયોધ્યા (Ayodhya) સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે ગુરુવારે એફઆઈઆર…

2 hours ago

સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના પ્રતિબંધો હટાવ્યા, ઉદ્યોગો અને કોમર્શિયલ ગ્રાહકોને મોટી રાહત

Commercial LPG Supply | પશ્ચિમ એશિયા (West Asia) ના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના…

2 hours ago

TMKOC: જેઠાલાલ અને બાપુજીમાંથી રિયલ લાઇફમાં કોણ છે મોટું? જાણો બંનેની સાચી ઉંમર

Jethalal Bapuji Age | ટીવી (TV) ના મોસ્ટ પોપ્યુલર શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'…

2 hours ago