Skip to content
February 28, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Business
  • ‘હવે કોઈ હિડન ચાર્જ નહીં…’: RBIનો બેંકોને કડક આદેશ, એપમાંથી હટાવી લો છેતરતી ટ્રિક્સ

‘હવે કોઈ હિડન ચાર્જ નહીં…’: RBIનો બેંકોને કડક આદેશ, એપમાંથી હટાવી લો છેતરતી ટ્રિક્સ

Chief Editor February 27, 2026
RNI

RBI Dark Patterns | શું તમારી સાથે પણ એવું બન્યું છે કે બેંકની એપ (App) ખોલતા જ વધારાની સર્વિસ લેવા માટે વારંવાર નોટિફિકેશન (Notification) આવે? અથવા ચેકઆઉટ (Checkout) સમયે અચાનક કોઈ છુપો ચાર્જ (Hidden Charge) દેખાય? જો હા, તો હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) તમારી મદદે આવી છે. ડિજિટલ બેંકિંગને વધુ પારદર્શક બનાવવા માટે RBI એ બેંકો પર સકંજો કસ્યો છે.

RBI એ કહ્યું- ‘આ બધું હટાવી લો…’
કેન્દ્રીય બેંકે ‘Responsible Business Conduct Amendment Directions, 2026’ ના ડ્રાફ્ટ (Draft) માં બેંકોને કડક નિર્દેશ આપ્યા છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે બેંકોએ જુલાઈ 2026 સુધીમાં પોતાની વેબસાઈટ (Website) અને મોબાઈલ એપ પરથી તમામ ડાર્ક પેટર્ન (Dark Patterns) હટાવી લેવી પડશે. આ એવી ટ્રિક્સ છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અથવા તેમના પર દબાણ લાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. હવે કોઈપણ નાણાકીય પ્રોડક્ટ કે સેવા આપતા પહેલા ગ્રાહકની સ્પષ્ટ સંમતિ (Consent) લેવી ફરજિયાત રહેશે.

શું છે આ ‘ડાર્ક પેટર્ન’?
ડાર્ક પેટર્ન એ ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાતી એવી ડિઝાઇન ટેકનિક છે, જેનો હેતુ યુઝરના વર્તનને પ્રભાવિત કરવાનો હોય છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

હિડન ચાર્જ: શરૂઆતમાં કિંમત ઓછી બતાવી અંતમાં ટેક્સ કે અન્ય શુલ્ક ઉમેરવા.

ભ્રમિત વિકલ્પો: ગ્રાહકોને વધારાની સેવાઓ સ્વીકારવા માટે વારંવાર પ્રેરિત કરવા.

ફોર્સ્ડ એક્શન: ગ્રાહકની મરજી વિરુદ્ધ પ્રોડક્ટ્સને એકસાથે વેચવી (Cross-selling).

સર્વેમાં થયો મોટો ખુલાસો

એક રિપોર્ટ મુજબ, ‘લોકલસર્કલ્સ’ (LocalCircles) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓનલાઇન બેંકિંગ પ્લેટફોર્મ પર આવી છેતરતી ટ્રિક્સ સામાન્ય બની ગઈ છે. આ સર્વેમાં 388 જિલ્લાના 1,61,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. યુઝર્સે ફરિયાદ કરી હતી કે પ્રક્રિયાના અંતે છુપા ચાર્જ વસૂલવામાં આવે છે અને વધારાની સેવાઓ એક્ટિવ (Active) કરવા માટે વારંવાર આવતા નોટિફિકેશન તેમને પરેશાન કરે છે.

RBI ના આ પગલાથી હવે ગ્રાહકોને છેતરાયા વગર બેંકિંગ સુવિધાઓનો લાભ મળશે અને બેંકોએ પણ પોતાની ડિજિટલ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવો પડશે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bank (બેંક) RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)

Post navigation

Previous: અમેરિકામાં ભારતીયોની મુશ્કેલીમાં વધારો: H-1B વિઝા પ્રોગ્રામ રદ કરવા માટે બિલ રજૂ
Next: ‘અમેરિકાની ભાડાની બંદૂક…’: અફઘાનિસ્તાન પર હુમલાને લઈને આસિમ મુનીર પર ભડક્યા પાકિસ્તાનીઓ

Related News

Rupee and Dollar

અમેરિકાના 15% ગ્લોબલ ટેરિફ છતાં ભારતીય રૂપિયો મજબૂત: ડોલરને આપી પછડાટ

Chief Editor February 25, 2026
New HRA claim rules under Income-tax Act 2025

HRA Fraud Alert: સાવધાન! ઘર ભાડાના ખોટા ક્લેઈમ પર ભરવો પડશે 200% દંડ

Chief Editor February 24, 2026
India US Tariff

અમેરિકામાં ભારતીય સામાન પર 18 ટકાને બદલે હવે લાગશે માત્ર આટલા ટકા ટેરિફ લાગશે, રાતોરાત રાહત

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
  • ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 5 મોટી ડિલ

You may have missed

US-Iran talks conclude with claims of progress but few details

US Iran Deal: અમારી શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! ઈરાનને અમેરિકાની ધમકી

Chief Editor February 27, 2026
Modi Netanyahu Royal Enfield Bike

Israelમાં પણ Royal Enfieldનો દબદબો, PM નેતન્યાહૂને જોતા જ ગમી ગઈ બાઇક!

Chief Editor February 27, 2026
Sperm Whale Israel

ગાઝા બોર્ડર નજીક ઈઝરાયેલના તટ પર સ્પર્મ વ્હેલનો મૃતદેહ મળ્યો: પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા

Chief Editor February 27, 2026
antimatter-power-destruction-vs-hiroshima-atomic-bomb

માણસ બની જશે વરાળ, શહેર થશે તબાહ: જો એક ચપટી ‘એન્ટીમેટર’ ફાટે તો હિરોશિમાથી 3 ગણી વધુ તબાહી

Chief Editor February 27, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.