Prateek Yadav Aparna Yadav Divorce | ઉત્તર પ્રદેશના રાજકીય દિગ્ગજ સ્વ. મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ફરી એકવાર વિવાદ (Controversy) સર્જાયો છે. મુલાયમ સિંહના પુત્ર પ્રતીક યાદવે તેની પત્ની અને ભાજપના નેતા અપર્ણા યાદવ (Aparna Yadav) થી છૂટાછેડા લેવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
પ્રતીક યાદવે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તે આ સંબંધને વહેલી તકે ખતમ કરવા માંગે છે. તેણે પોતાની પત્ની પર પારિવારિક સંબંધો બગાડવાનો અને માત્ર પોતાની પ્રસિદ્ધિ (Fame) તેમજ પ્રભાવ વધારવા પર ધ્યાન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રતીકે લખ્યું કે, “મેં મારા જીવનમાં આટલી સ્વાર્થી વિચારધારા ક્યારેય જોઈ નથી અને મને આ લગ્ન કરવા બદલ અફસોસ (Regret) છે.”
પોસ્ટમાં પ્રતીકે પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું કે તે અત્યારે ખૂબ જ ખરાબ માનસિક સ્થિતિ (Mental State) માંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેની પત્નીને તેની કોઈ પરવા નથી. તેણે અપર્ણાને ‘સ્વાર્થી’ ગણાવતા કહ્યું કે તેને ક્યારેય એવું લાગ્યું નથી કે તેની પત્નીએ તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હોય.
નોંધનીય છે કે, અપર્ણા યાદવ ભાજપ (BJP) ના ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી ચૂકી છે અને સક્રિય રાજકારણમાં છે. પ્રતીકનો આક્ષેપ છે કે અપર્ણા માત્ર પોતાની પબ્લિસિટી (Publicity) અને રાજકીય પ્રભાવ વધારવામાં વ્યસ્ત રહે છે. જોકે, આ મામલે હજુ સુધી અપર્ણા યાદવ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા (Response) સામે આવી નથી અને કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ થયું નથી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…