Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર પડી છે. ઈરાને સાઉદી અરેબિયા (Saudi Arabia) માં સ્થિત દુનિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી ‘અરામકો’ (Aramco) પર ડ્રોન હુમલો (Drone Attack) કર્યો છે. રોઇટર્સ (Reuters) ના અહેવાલ મુજબ, હુમલા બાદ સૌદી સરકારે રાસ તનુરા (Ras Tanura) ઓઈલ રિફાઇનરીને એહતિયાતી પગલા રૂપે બંધ કરી દીધી છે.
આ હુમલા બાદ ક્રૂડ ઓઈલ (Crude Oil) ની કિંમતોમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ (Brent Crude Oil) ના ભાવમાં 9.32% નો મોટો વધારો નોંધાયો છે. આ ઘટનાને પગલે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા થતો તેલનો વ્યાપાર લગભગ ઠપ થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ એ દુનિયાનો એવો જળમાર્ગ છે જેના દ્વારા દરરોજ વિશ્વના કુલ કચ્ચા તેલનો લગભગ 20% હિસ્સો પસાર થાય છે.
સૌદી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અરામકોના રાસ તનુરામાં બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે, અને હુમલામાં કોઈ નાગરિક ઘાયલ થયો નથી”. જોકે, આ હુમલાએ ઈરાન યુદ્ધના કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટ (Global Oil Market) માટે એક નવો અને ખતરનાક તબક્કો શરૂ કરી દીધો છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…