Ahmedabad RTE Admission 2026 | અમદાવાદ (Ahmedabad) શહેરમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શહેરની અંદાજે 1300 ખાનગી પ્રાથમિક શાળાઓ પાસે વર્ગો અને વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો મંગાવવામાં આવી છે. આ વહીવટી પ્રક્રિયા (Administrative Process) સમયસર પૂર્ણ થાય તે માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મુજબ, તમામ CRC કો-ઓર્ડિનેટર્સને વેરિફિકેશન (Verification)ની કામગીરી સોંપવામાં આવી છે. શાળાઓએ ધોરણ 1 ના વર્ગોની સંખ્યા અને ‘નોન-RTE’ વિદ્યાર્થીઓની વિગતો ફોર્મમાં ભરવાની રહેશે. નિયમ મુજબ, ખાનગી શાળાઓમાં કુલ બેઠકોના 25% બેઠકો RTE હેઠળ આરક્ષિત (Reserved) રાખવામાં આવે છે.
આંકડાકીય માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે 12,000 જેટલી બેઠકો પર ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 1થી 8માં કુલ 90,000 જેટલા વિદ્યાર્થીઓ મફત શિક્ષણ (Free Education) મેળવી રહ્યા છે. આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ઓનલાઇન ફોર્મ (Online Form) ભરવાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે, જે વાલીઓ માટે રાહતના સમાચાર છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…