US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં, પરંતુ તાંબા (Copper) ના ભાવમાં પણ ભારે તેજી આવવાની શક્યતા છે. યુદ્ધમાં વપરાતા આધુનિક હથિયારો (Weapons) અને સિસ્ટમમાં તાંબાનો મોટા પાયે ઉપયોગ થાય છે. આ ઉપરાંત લેપટોપ, મોબાઈલ બેટરી, ડેટા સેન્ટર્સ (Data Centers) અને ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) માં પણ તેની માંગ સતત વધી રહી છે.
અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ વૈશ્વિક બજાર (Global Market) માં અનિશ્ચિતતા વધી છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે કોપરનો ભાવ $6.0610 પ્રતિ પાઉન્ડ (Per Pound) પર બંધ થયો હતો, જ્યારે ભારતીય બજાર (MCX) માં તે ₹1221 પ્રતિ કિલોગ્રામ (Per KG) પર હતો. બજારના નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા તાંબાનો ભાવ ટૂંક સમયમાં જ ₹1500 ના આંકડાને સ્પર્શી શકે છે.
ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ ડિમાન્ડ અને સપ્લાય (Demand and Supply) વચ્ચેનું અંતર છે. ઈરાન-ઇઝરાયેલ જંગને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં શિપમેન્ટ (Shipment) મોડું થઈ શકે છે, જેનાથી સપ્લાય ચેઈન ખોરવાશે. વધુમાં, ચીલી (Chile) જેવા દેશોમાં ઉત્પાદન પ્રભાવિત થવાથી અને ક્રૂડ ઓઈલ (Crude Oil) ના વધતા ભાવને કારણે તાંબાનું પ્રોડક્શન (Production) મોંઘું થઈ રહ્યું છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…