Spain Train Accident | દક્ષિણ સ્પેન (Southern Spain) માં એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કોર્ડોબા (Cordoba) પ્રાંતના આદમૂઝ પાસે બે હાઈ-સ્પીડ ટ્રેનો (High-Speed Trains) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે અને 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
માહિતી મુજબ, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ (Derail) હતી અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. સ્પેનિશ રેલ ઓપરેટર ADIF એ પુષ્ટિ કરી છે કે બંને ટ્રેનોમાં મળીને અંદાજે 500 મુસાફરો સવાર હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે અનેક ડબ્બાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ ઈમરજન્સી સેવાઓ (Emergency Services) અને સિવિલ ગાર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અનેક મુસાફરો હજુ પણ ટ્રેનના ડબ્બાઓમાં ફસાયેલા હોવાનું મનાય છે, જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચાલી રહ્યું છે. ઘાયલોને સારવાર માટે છ અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને મેડ્રિડની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.
આ અકસ્માતને કારણે મેડ્રિડ અને અંડાલૂસિયા વચ્ચેની તમામ હાઈ-સ્પીડ રેલ સેવાઓ હાલ પૂરતી સ્થગિત (Suspended) કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર માર્ગમાં રહેલી અન્ય ટ્રેનોને પરત મોકલી દેવાઈ છે. રેડ ક્રોસ (Red Cross) દ્વારા સ્થળ પર એમ્બ્યુલન્સ અને જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…