PM Modi conferred with Israel s highest parliamentary honour
PM Modi Honor in Israel | ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વૈશ્વિક રાજદ્વારી મંચ પર એક નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ ઇઝરાયલ (Israel) અને પેલેસ્ટાઇન (Palestine) બંને તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે.
બુધવારે ઇઝરાયેલી સંસદ ‘નેસેટ’ (Knesset) માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ (Speaker of the Knesset Medal) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય નેતા છે.
નેસેટના સ્પીકર અમીર ઓહાના દ્વારા પીએમ મોદીને આ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક સંબંધોને (Strategic Relations) મજબૂત કરવા માટે તેમના અસાધારણ યોગદાનની માન્યતા આપે છે. પીએમ મોદીએ આ સન્માનને બંને દેશોની અતૂટ મિત્રતાનું પ્રતીક ગણાવ્યું હતું.
આ અગાઉ 2018માં PM મોદીને પેલેસ્ટાઇનનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન’ (Grand Collar of the State of Palestine) પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આમ, પરસ્પર વિરોધી હિતો ધરાવતા બંને પક્ષો પાસેથી સર્વોચ્ચ સન્માન મેળવવું એ પીએમ મોદીની ‘સબકા સાથ, સબકા વિકાસ’ ની વૈશ્વિક વિદેશ નીતિની (Foreign Policy) મોટી સફળતા છે.
નેસેટમાં સંબોધન દરમિયાન પીએમ મોદીને ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ (Standing Ovation) મળ્યું હતું. તેમણે ભારત અને યહૂદી (Jewish) સમુદાય વચ્ચેના 2000 વર્ષ જૂના પ્રાચીન સંબંધોને યાદ કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતમાં યહૂદીઓ કોઈપણ ભેદભાવ વગર શાંતિપૂર્વક રહેતા આવ્યા છે, જે ભારતની સહિષ્ણુતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ ઐતિહાસિક મુલાકાતથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને પીએમ મોદી એક પ્રભાવશાળી ‘ગ્લોબલ લિડર’ (Global Leader) તરીકે ઉભરી આવ્યા છે.
