ભારતની સંરક્ષણ ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ (Hypersonic Glide Vehicle – HGV) અને હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ (Hypersonic Cruise Missile) ટેકનોલોજી પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
દેશની આ વ્યૂહાત્મક તૈયારીઓને વેગ આપવા માટે સંસદીય સ્થાયી સમિતિ (Parliamentary Standing Committee) એ મહત્વપૂર્ણ ભલામણ કરી છે.
સમિતિએ અદ્યતન મિલિટરી ટેકનોલોજી (Military Technology), 6th Generation Fighter Jets અને હાઇપરસોનિક હથિયારો માટે એક અલગ બજેટ હેડ (Budget Head) બનાવવા માટે સરકારને સલાહ આપી છે.
સંસદીય સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ગ્લોબલ ડિફેન્સ (Global Defence) ટેકનોલોજીના બદલાતા યુગમાં ભારતને સક્ષમ રાખવા માટે આ પગલું અત્યંત જરૂરી છે.
નેટવર્ક સેન્ટ્રિક વોરફેર (Network Centric Warfare) ના આજના સમયમાં સ્વદેશી સંશોધનને પ્રોત્સાહન આપવાથી ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) મજબૂત થશે અને વિદેશી નિર્ભરતા ઘટી જશે.
હાઇપરસોનિક હથિયારો અવાજ કરતાં 5 ગણી વધુ ઝડપે (Mach 5) મુસાફરી કરે છે અને ઓછી ઊંચાઈ પર ઉડીને દિશા બદલવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે.
આ વિશેષતાઓને કારણે હાલના કોઈપણ ડિફેન્સ સિસ્ટમ (Defence System) માટે તેમને રોકવા લગભગ અશક્ય બની જાય છે. આ મિસાઇલો દુશ્મનને નિર્ણય લેવા માટે ખુબ જ ઓછો સમય આપે છે અને કોઈપણ અણધાર્યા ખૂણેથી સચોટ હુમલો કરી શકે છે.
સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) એ સમિતિને માહિતી આપી હતી કે DRDO એ સ્ક્રમજેટ એન્જિન (Scramjet Engine) ના સફળ પરીક્ષણો કર્યા છે, જે આ હાઇપરસોનિક સિસ્ટમ્સનો મુખ્ય પાયો છે.
આ અગાઉ ઓડિશા(Odisha)ના બાલાસોર (Balasore)માં 2024 માં લોંગ રેન્જ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) જેવા પાડોશી દેશોના પડકારો સામે ભારતનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સમિતિના જણાવ્યા અનુસાર, જો સમયસર યોગ્ય ફંડિંગ અને રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરપૂરું પાડવામાં આવે તો ભારત ભવિષ્યના યુદ્ધક્ષેત્રમાં ટેકનોલોજીકલ લીડ (Technological Lead) મેળવી શકશે.
Laughing Buddha Placement | વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) અને ફેંગશુઈ (Feng Shui) માં લાફિંગ બુદ્ધા (Laughing…
Kim Jong Un Missing | ઉત્તર કોરિયા (North Korea) ના સર્વોચ્ચ નેતા અને તાનાશાહ કિમ…
Japanese Woman Arrested | જાપાન (Japan) ના ટોક્યો (Tokyo) માં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો…
AI Created Viruses | કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence - AI) ના ક્ષેત્રમાં વિજ્ઞાન જગત માટે…
Gujarat Weather Forecast | ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમીયાન ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમવા માટે…
US Student Visa | અમેરિકા (USA) માં શિક્ષણ મેળવવા અને અભ્યાસ બાદ ત્યાં જ કારકિર્દી…