Indian Petroleum Minister On Fuel Crisis: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે ઈંધણ પુરવઠા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ (Petrol), ડીઝલ (Diesel) અને કેરોસીન (Kerosene) નો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. ભારત પાસે કાચા તેલ (Crude Oil) નો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
ભારતે પોતાની રણનીતિ બદલીને હવે 40 થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી છે. હોર્મુઝ (Hormuz) માર્ગ પર નિર્ભરતા ઘટાડવા કેનેડા, નોર્વે અને રશિયા (Russia) જેવા દેશો પાસેથી પુરવઠો મેળવવામાં આવી રહ્યો છે. હાલમાં બિન-હોર્મુઝ સ્ત્રોતો પરની નિર્ભરતા વધીને 70% સુધી પહોંચી ગઈ છે, જે ભારત માટે સુરક્ષા કવચ સમાન છે.
LPG અને CNG અંગે મહત્વની જાહેરાત: મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 5 દિવસમાં LPG ના ઉત્પાદનમાં 28%નો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ગેસ સિલિન્ડર બુકિંગથી ડિલિવરીનો સમય માત્ર 2.5 દિવસનો છે. પૅનિક બુકિંગ (Panic Booking) રોકવા માટે નવા નિયમો હેઠળ શહેરોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસના અંતરે જ બુકિંગ થઈ શકશે. આ ઉપરાંત, CNG અને પાઇપ્ડ ગેસ (PNG) ની 100% સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી છે.
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…