Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદમાં મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસ કેમ્પમાં સહભાગી બની

Chief Editor December 5, 2025
Muslim women participate in yoga practice camp in Ahmedabad

Muslim women participate in yoga practice camp in Ahmedabad

અમદાવાદ: સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, એ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે અમદાવાદમાં મુસ્લિમ મહિલાઓએ રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ કેમ્પમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને કોમી એકતાના વારસાને વધુ મજબૂત બનાવ્યો છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી, તે સંદેશ આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને એક નવી ઊંચાઈ આપી રહ્યો છે.

Join Our WhatsApp Group

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંકુચિત મનના લોકો જ ‘આ મારું કે પારકું’ ગણે છે, પરંતુ ઉદાર ચારિત્ર્યવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે. મુસ્લિમ મહિલાઓની આ સહભાગિતા એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર, માત્ર માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે. યોગ કોઈ એક ધર્મ કે સમુદાયનો ઈજારો નથી, પરંતુ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના દરેક નાગરિકને રોગમુક્ત અને મેદસ્વિતામુક્ત બનાવવાના જનજાગૃતિ અભિયાનને વેગ આપવાના ભાગરૂપે આ કેમ્પનું આયોજન થયું હતું. મુસ્લિમ મહિલાઓએ મેદસ્વિતા નિવારણ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પની મુલાકાત લઈને યોગાભ્યાસમાં સહભાગી બની સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપ્યો છે.  શીશપાલજીએ ઉમેર્યું હતું કે, યોગ એ જ પરિવારનો સેતુ છે, જે આપણને અંદરથી મજબૂત બનાવી એકતાના તાંતણે બાંધે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો
Next: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવનો પ્રારંભ કરાવ્યો
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.