Gujarat

મહેસાણામાં મિતેન ચૌધરી હત્યા કેસમાં ભરત ચૌધરી સહિત 6 આરોપીઓનું સરઘસ કઢાયું

Mehsana Miten Chaudhary Murder Case | મહેસાણા (Mehsana) નગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે ગત 25મી એપ્રિલના રોજ વોર્ડ નંબર 4 ના ભાજપ (BJP) ઉમેદવાર મહેન્દ્ર ચૌધરી (Mahendra Chaudhary) ના ભાણા મિતેન ચૌધરી (Miten Chaudhary)ની હત્યાના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આજે મહેસાણા પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને કોંગ્રેસ (Congress) ઉમેદવાર નીલાબેન ચૌધરી (Neelaben Chaudhary)ના પતિ ભરત ચૌધરી (Bharat Chaudhary) સહિત તમામ 6 આરોપીઓને સાથે રાખીને તાવડિયા ચોકડી ખાતે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન (Crime Reconstruction) કર્યું હતું.

તપાસ દરમિયાન પોલીસે આરોપીઓને દોરડા બાંધીને ઘટનાસ્થળે ફેરવ્યા હતા. આ સંવેદનશીલ કેસને પગલે LCB, SOG અને એ-ડિવિઝન પોલીસનો લોખંડી બંદોબસ્ત (Security) ગોઠવવામાં આવ્યો હતો.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કયા હથિયાર વાપર્યા તેનું પંચોની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન મુખ્ય આરોપી ભરત ચૌધરીએ લોકો સામે હાથ જોડી પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ચૂંટણી ટાણે થયેલી આ હત્યાએ સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી છે.

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

15 hours ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

16 hours ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

1 day ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

1 day ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

1 day ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

1 day ago