Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

દાદરા નગર હવેલીમાં ભીષણ આગ: 4 ફેક્ટરીઓ બળીને ખાખ, ‘મેજર કૉલ’ જાહેર

Chief Editor December 9, 2025
Massive fire breaks out in Dadra Nagar Haveli 4 factories gutted Major Call declared

 Massive fire breaks out in Dadra Nagar Haveli 4 factories gutted Major Call declared

Dadra Nagar Haveli | સંઘપ્રદેશ સેલવાસના દાદરા વિસ્તારમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. દાદરાના વાગધર રોડ પરના ઔદ્યોગિક શેડ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેમાં સનલાઇટ, મોનાલિસા અને લિઝા ઇન્ડસ્ટ્રીઝ સહિતની લગભગ 4 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે ‘મેજર કૉલ’ જાહેર કરવામાં આવ્યો છે. આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાયા હતા, જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dadra Nagar Haveli (દાદરા નગર હવેલી)

Post navigation

Previous: મેદાનની બહાર પણ વિરાટ કોહલીની   40 કરોડની સીક્સ
Next: ભારતની નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ મામલે સોનિયા ગાંધીને કોર્ટની નોટિસ
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.