LPG Tanker kandla | દુનિયાના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી સુરક્ષિત રીતે પસાર થઈને એક વિશાળ એલપીજી ટેન્કર (LPG Tanker) ગુજરાતના કંડલા (Kandla) ના દીનદયાલ પોર્ટ પર પહોંચી ગયું છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું આ વિશાળ જહાજ ભારત માટે હજારો ટન રાંધણ ગેસ લઈને આવ્યું છે.
‘સિમી’ (Symi) નામનું આ ટેન્કર આશરે 20,000 મેટ્રિક ટન રાંધણ ગેસનો જથ્થો લઈને આવ્યું છે, જેમાં 21 વિદેશી ક્રૂ મેમ્બર્સ (Crew Members) સવાર છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ જહાજે 13 મેના રોજ આ રૂટ સફળતાપૂર્વક પાર કરી લીધો હતો. મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલી હલચલને કારણે તેની સુરક્ષા પર સતત નજર રાખવામાં આવી રહી હતી.
છેલ્લા 24 કલાકમાં વધુ બે મોટા એલપીજી કેરિયર્સે (LPG Carriers) પણ આ જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે. જેમાંથી એકનું નામ ‘NV સનશાઈન’ (NV Sunshine) છે. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત આવતા કુલ 13 જહાજોએ આ રૂટ પરથી સેફ પેસેજ (Safe Passage) મેળવ્યો છે, જેમાં 12 એલપીજી ટેન્કર્સ અને 1 ક્રૂડ ઓઈલ ટેન્કર સામેલ છે.
Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…
Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…
Canada Student Admissions | ભારત સરકારે કેનેડામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અને…
Saritha Komatireddy | अमेरिका में आगामी 3 नवंबर को होने वाले मध्यावधि (मिडटर्म) चुनावों से…
Saritha Komatireddy | અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ભારતીય-અમેરિકન ઉમેદવારો અને મતદારો…
अमेरिका ने टाटा कंसलटेंसी सर्विसेज (TCS), इंफोसिस, विप्रो और एचसीएल (HCL) सहित कुल 8 प्रमुख…