UK PM Keir Starmer
બ્રિટિશ વડાપ્રધાન (UK PM) કીર સ્ટાર્મર (Keir Starmer) પદ પરથી હટી જવા તૈયાર હોવાના અહેવાલ છે, પરંતુ તેઓ આ રાજીનામું પોતાની શરતો પર આપશે. આ ઘટનાક્રમ પૂર્વ હેલ્થ સેક્રેટરી (Health Secretary) વેસ સ્ટ્રીટીંગના નિવેદન બાદ સામે આવ્યો છે, જેમાં તેમણે ભવિષ્યની લેબર પાર્ટી (Labour Party) લીડરશિપ રેસમાં સ્ટાર્મરને પડકારવાની જાહેરાત કરી છે અને પીએમને તેમની વિદાયનું ટાઈમટેબલ નક્કી કરવા જણાવ્યું છે.
એક મીડિયા રિપોર્ટ (Report) અનુસાર, સ્ટાર્મર સમજી ગયા છે કે વર્તમાન અરાજકતા લાંબો સમય ટકી શકે તેમ નથી, તેથી તેઓ ટૂંક સમયમાં ગરિમાપૂર્ણ રીતે પદ છોડવા માટેનું શેડ્યૂલ જાહેર કરશે.
લેબર પાર્ટીમાં આ નેતૃત્વનું સંકટ ત્યારે શરૂ થયું જ્યારે યુએસ (US) સરકાર દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પીટર મેન્ડેલસનના સેક્સ ઓફેન્ડર જેફરી એપ્સ્ટિન સાથેના ગાઢ સંબંધોનો ખુલાસો થયો હતો.
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ખબર પડી કે સ્ટાર્મરને તેમની નિમણૂક પહેલાથી જ આ સંબંધોની જાણ હતી. તાજેતરમાં લોકલ ઇલેક્શન (Local Elections) માં લેબર પાર્ટીની થયેલી કારમી હારના કારણે પક્ષમાં અસંતોષ વધ્યો છે.
બીજી તરફ, રાજીનામું આપ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં વેસ સ્ટ્રીટીંગે બ્રિટનને ફરીથી યુરોપિયન યુનિયન (EU) માં સામેલ થવા માટે અપીલ કરી છે. તેમણે 2016 ના બ્રેક્ઝિટ (Brexit) ના નિર્ણયને એક મોટી ભૂલ ગણાવી હતી. બ્રિટન વર્ષ 2020 માં 47 વર્ષની સદસ્યતા સમાપ્ત કરીને સત્તાવાર રીતે EU માંથી બહાર નીકળી ગયું હતું. સ્ટ્રીટીંગે જણાવ્યું કે બ્રિટનનું ભવિષ્ય યુરોપ સાથે જોડાયેલું છે.
Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…
Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…
Canada Student Admissions | ભારત સરકારે કેનેડામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અને…
Saritha Komatireddy | अमेरिका में आगामी 3 नवंबर को होने वाले मध्यावधि (मिडटर्म) चुनावों से…
Saritha Komatireddy | અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ભારતીય-અમેરિકન ઉમેદવારો અને મતદારો…
अमेरिका ने टाटा कंसलटेंसी सर्विसेज (TCS), इंफोसिस, विप्रो और एचसीएल (HCL) सहित कुल 8 प्रमुख…