LADFW Summer Picnic | લોહાણા એસોસિએશન ઓફ DFW (LADFW) દ્વારા 31 મે, 2026ના રોજ સુંદર લેકફ્રન્ટ સ્થળે વાર્ષિક સમર પિકનિકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100થી વધુ સભ્યો અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ પિકનિકનું સફળ નેતૃત્વ ધીમંતભાઈ રૂપારેલિયાએ કર્યું હતું. તેમને કરણ ઘેલાણી, વિનોદભાઈ તન્ના, આરતી ઠક્કર તથા અન્ય સ્વયંસેવકોનો ઉત્તમ સહયોગ મળ્યો હતો.
તમામ સ્વયંસેવકોની મહેનતના કારણે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. કાર્યક્રમ દરમિયાન સભ્યોએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. બાળકો, યુવાનો અને વડીલો માટે વિવિધ રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીમંતભાઈ અને તેમની ટીમ દ્વારા આયોજિત રમતોમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.
LADFWના પ્રમુખ કેતુલભાઈ ઠક્કરએ તમામ સભ્યો, સ્વયંસેવકો અને પ્રાયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખાસ કરીને નીચેના પ્રાયોજકોનો આભાર માન્યો: – આનંદભાઈ પબારી (India Bazaar) – આરતી જ્વેલર્સ – સંજયભાઈ રુગાણી (Premier Foods). તેમના સહયોગ વિના આ કાર્યક્રમની સફળતા શક્ય ન હોત. કાર્યક્રમ દરમિયાન LADFWના ચેરમેનશ્રીએ મયુર ઠક્કરને લોહાણા USAના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારબાદ મયુર ઠક્કર (વાઇસ પ્રેસિડેન્ટ, લોહાણા USA)એ ઉપસ્થિત સભ્યોને લોહાણા USA સેન્સસ 2026 અભિયાન વિશે માહિતી આપી હતી. તેમણે સમગ્ર અમેરિકામાં વસતા લોહાણા પરિવારોની માહિતી એકત્રિત કરીને સમાજને વધુ સંગઠિત અને મજબૂત બનાવવાના આ પ્રયાસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે તમામ સભ્યોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અને વધુમાં વધુ પરિવારો સુધી માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ સમાજમાં એકતા, મિત્રતા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. LADFW ભવિષ્યમાં પણ આવા સામાજિક, સાંસ્કૃતિક અને પારિવારિક કાર્યક્રમો દ્વારા સમાજને જોડવાનું કાર્ય ચાલુ રાખશે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…