Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકાની હોટેલમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટ બદલ ગુજરાતી યુવક કવન પટેલને 10 વર્ષની જેલ

Chief Editor May 30, 2026
kavan-patel-jailed-10-years-sex-trafficking-usa-hotel

અમેરિકા (America) માં એક હોટેલ (Hotel) માં કામ કરતા ગુજરાતી યુવકને સ્થાનિક અદાલતે 10 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. 27 વર્ષીય કવન પટેલ (Kavan Patel) નામનો આ યુવક છેક જાન્યુઆરી 2025 થી જેલમાં બંધ છે.

નેબ્રાસ્કા (Nebraska) ના ઓમાહા (Omaha) માં આવેલી જે હોટેલમાં કવન કામ કરતો હતો ત્યાં માઇનોર (Minor) એટલે કે સગીરાઓ સાથે દેહવેપાર કરાવવાનું એક મોટું રેકેટ (Racketeer) પકડાયું હતું.

આ કેસમાં કવનની સાથે બીજા ત્રણ ગુજરાતીઓ સહિત કુલ 6 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. અમેરિકામાં કોઈ પણ કાયદેસરના સ્ટેટસ (Status) વિના ઈલીગલી (Illegally) રહેતો કવન ‘અમેરિકઈન’ (AmericInn) નામની હોટેલમાં કામ કરતો હતો. આ હોટેલનો માલિક પણ એક ગુજરાતી જ છે અને તે પણ હાલ જેલમાં સજા કાપી રહ્યો છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કવન પટેલને 26 મેના રોજ અદાલત દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી જેલમાં હોવાના કારણે હવે તેને સજા પૂરી કરવા માટે સાડા આઠ વર્ષ હજુય અંદર રહેવું પડશે અને સજા પૂરી થયા બાદ તેને ભારત ડિપોર્ટ (Deport) કરી દેવામાં આવશે.

જેલવાસ દરમિયાન કવન પટેલને પેરોલ (Parole) પણ મળી શકશે નહીં. કવન પટેલની સાથે આ કેસના અન્ય બે ગુજરાતી આરોપીઓ સુમિત ચૌધરી (Sumit Chaudhari) અને વિશાલ ગોસ્વામી (Vishal Goswami) હજુય જેલમાં બંધ છે અને તેમણે પોતાનો ગુનો કબૂલ નથી કર્યો. આ ત્રણેય લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

અમેરિકામાં મોટેલ (Motel) અથવા હોટેલ ચલાવતા અમુક ઈન્ડિયન્સ (Indians) વધારે કમાણી કરવા માટે ત્યાં બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોય છે. જોકે, આવી જગ્યાએ કામ કરતા એમ્પ્લોઈ (Employee) પણ ક્યારેક મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

કવન, સુમિત અને વિશાલની હોટેલમાં જે છોકરી પાસે દેહવેપાર કરાવાતો હતો તે છોકરી સાથે આ ત્રણેયે અણછાજતી હરકત કરી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરી 06, 2025 ના દિવસે અમેરિકઈન હોટેલમાં ચોરી થઈ હોવાની ફરિયાદ મળતા પોલીસ (Police) ત્યાં તપાસ કરવા માટે પહોંચી હતી.

જોકે, તે વખતે હોટેલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકા જતાં વધુ તપાસ હાથ ધરાઈ હતી અને તેમાં હ્યુમન ટ્રાફિકિંગ (Human trafficking) નો ભોગ બનનારી 2 છોકરીઓને રેસ્ક્યુ (Rescue) કરવાની સાથે આ પ્રકરણમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરાઈ હતી. આ છોકરીઓએ જ પોલીસને જણાવ્યું હતું કે હોટેલનો સ્ટાફ (Staff) પણ તેમાં સંડોવાયેલો હતો અને તેમને ડિસ્કાઉન્ટ રેટ (Discount rate) પર રૂમ (Room) આપવામાં આવતા હતા.

કવન પટેલે ગુનો કબૂલ કરી લીધો હોવાથી તેને સજામાં થોડી રાહત અપાઈ છે, જ્યારે ગુનો કબૂલ ના કરનારા વિશાલ ગોસ્વામી અને સુમિત ચૌધરીને ગુનો સાબિત થવા પર 10 વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે છે.

આ ત્રણેય ગુજરાતીઓ જે હોટેલમાં કામ કરતા હતા તે કેતન ઉર્ફે કેન ચૌધરી (Ketan alias Ken Chaudhari) અને તેની પત્ની ફાલ્ગુની (Falguni) ની હતી. તેમના સિવાય અમિત પ્રહલાદ ચૌધરી, અમિત બાબુલાલ ચૌધરી અને મહેશ ચૌધરી પણ આ હોટેલ સાથે સંકળાયેલા હતા.

જાન્યુઆરીમાં કવન, સુમિત અને વિશાલની ધરપકડ થઈ તેના આઠ મહિના બાદ એટલે કે ઓગસ્ટ 2025 માં એફબીઆઈ (FBI) સહિતની એજન્સીઓએ નેબ્રાસ્કામાં આવેલી અમેરિકઈનની સાથે-સાથે ‘ધી ઈન’ (The Inn), ‘ધી ન્યૂ વિક્ટોરિયન’ (The New Victorian) અને ‘રોડવે ઈન’ (Rodeway Inn) નામની 4 હોટેલ્સ પર રેડ (Red) કરી હતી, જેમાં 5,65,000 ડોલર (Dollars) ની કેશ (Cash) જપ્ત કરવામાં આવી હતી.

આ ચારેય પ્રોપર્ટીમાં ટ્રાફિકિંગ ઉપરાંત ઇમિગ્રેશન ફ્રોડ (Immigration fraud) જેવી પ્રવૃત્તિ પણ ચાલતી હતી. કેન ચૌધરીના ફોન (Phone) ની તપાસમાં તે ઈન્ડિયા (India) થી લોકોને ગેરકાયદેસર અમેરિકા બોલાવતો હોવાના પણ પુરાવા મળ્યા હતા.

કેતન ચૌધરીની ચાર હોટેલ્સ પર લગભગ 300 જેટલા ઓફિસર્સ (Officers) એક સાથે ત્રાટક્યા હતા. આ પ્રકરણમાં એવી પણ ચોંકાવનારી વાત બહાર આવી હતી કે જે રૂમ્સમાં દેહવેપાર ચાલતો હતો ત્યાં હિડન કેમેરા (Hidden cameras) લગાવવામાં આવ્યા હતા અને કેન ચૌધરીની પત્ની ફાલ્ગુની તેનો લાઈવ વિડીયો (Live video) જોતી હતી.

કેતન અને ફાલ્ગુની બંનેય અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતા હતા અને તેમનો યુ વિઝા (U Visa) નો કેસ (Case) પણ પેન્ડિંગ (Pending) છે. ફાલ્ગુની અને કેતન સહિતના આરોપીઓ પર ફ્લાઈટ રિસ્ક (Flight risk) હોવાનું કારણ આપી તેમને બોન્ડ (Bond) પર છોડવાનો પણ ઇનકાર કરી દેવાયો હતો. આ કેસમાં પકડાયેલા તમામ 7 ગુજરાતીઓને સજા પૂરી થયા બાદ ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Nebraska (નેબ્રાસ્કા) Omaha (ઓમાહા) USA (અમેરિકા)

Post navigation

Previous: અમેરિકામાં ટેક્સસ હાઉસની ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બન્યા
Next: અમેરિકામાં 9.5 મિલિયન ડોલરના હવાલા કૌભાંડમાં ગુજરાતી તુષાર પટેલે ગુનો કબૂલ્યો, 20 વર્ષની જેલ શક્ય
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.