Iran Sejjil Dancing Missile | અમેરિકા (USA), ઈઝરાયલ (Israel) અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે રવિવારે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા (Missile Attack) કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile) ‘સેજ્જિલ’ (Sejjil) નો ઉપયોગ કર્યો છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદ આ મિસાઈલનો આ પ્રથમ યુદ્ધકાલીન ઉપયોગ છે.
‘ટ્રુ પ્રોમિસ 4’ (True Promise 4) અભિયાન ઈરાની સેનાએ આ ઓપરેશન હેઠળ ઈઝરાયલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ (Command and Control Centers) ને નિશાન બનાવ્યા છે. આ મિસાઈલની રેન્જ 2000 કિલોમીટર છે. જે 700 કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે. તેમજ સોલિડ ફ્યુઅલ (Solid Fuel)થી ચાલતી 2-સ્ટેજ મિસાઈલ છે.
કેમ કહેવાય છે ‘ડાન્સિંગ મિસાઈલ’? આ મિસાઈલ હવામાં કરતબ (Maneuvers) બતાવવામાં માહિર છે, જેના કારણે ઈઝરાયલની આયર્ન ડોમ (Iron Dome) જેવી ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી. 18 મીટર લાંબી આ મિસાઈલનું વજન 23,600 કિલોગ્રામ છે.
યુદ્ધની પૃષ્ઠભૂમિ આ મહાયુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાએ આ વિસ્તારમાં ‘યુએસએસ ત્રિપોલી’ (USS Tripoli) જહાજ સાથે 2500 મરીન સૈનિકો (Marine Soldiers) તૈનાત કર્યા છે.
THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…
Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…