Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પોર્ટુગલમાં ભારતીય મૂળના બિઝનેસમેન કિશોર ગુજરાતી પર ફાયરિંગ: ગેંગ વોરની આશંકા

Chief Editor June 26, 2026
indian-origin-man-kishore-gujarati-shot-in-portugal-gang-war-investigation

Portugal Firing Incident | યુરોપિયન દેશ (European Country) પુોર્ટુગલ (Portugal) માંથી ભારતીય મૂળના એક નાગરિક પર જીવલેણ હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.

પોર્ટુગલના લિસ્બન મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલા ઓડિવેલાસ (Odivelas)ના સિદાદે નોવા વિસ્તારમાં ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ કિશોર ગુજરાતી (Kishor Gujarati) પર અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર (Shooting) કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ સમગ્ર ઘટનાનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે સ્થાનિક લોકો અને ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ ચકચારી ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ફેસબુક પર “રાહુલ આરકે મીના” (Rahul RK Meena) નામના એક એકાઉન્ટ પરથી પોસ્ટ અને વીડિયો શેર કરીને આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

આ કથિત ગેંગસ્ટરે (Gangster) સોશિયલ મીડિયા પોસ્ટમાં ધમકી આપતાં લખ્યું છે કે, કિશોર ગુજરાતીને નિશાન બનાવવામાં આવ્યા છે અને જો કોઈ તેમના મેસેજની અવગણના કરશે તો તે “મોતને આમંત્રણ” આપવા બરાબર ગણાશે.

આ એકાઉન્ટ પરથી વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનું નેટવર્ક ગ્લોબલ સ્તરે ફેલાયેલું છે. આ પોસ્ટમાં સુનિલ મીના ગેંગ, અમન સાહુ ગેંગ, નરેશ અબોહર અને અર્ચિત ચપ્રાણા જેવી કથિત ભારતીય ગેંગ અને ગુનેગારોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કથિત ગેંગસ્ટરે ભવિષ્યમાં અન્ય લોકો પર પણ આવા જ હિંસક હુમલા કરવાની ધમકી આપી છે.

જો કે, પોર્ટુગલ પોલીસ અને તપાસ એજન્સીઓએ સત્તાવાર રીતે આ વાયરલ પોસ્ટ કે વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલામાં ગેંગ વોર અને વેરની વસૂલાત સહિતના તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા કન્ટેન્ટની ડિજિટલ તપાસ પણ કરવામાં આવી રહી છે જેથી હુમલાખોરો સુધી પહોંચી શકાય. સત્તાવાળાઓએ જનતાને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી બિનસત્તાવાર અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Portugal (પુોર્ટુગલ)

Post navigation

Previous: અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત કૌભાંડ મામલે FIR દાખલ, 2 મુખ્ય આરોપીઓની ધરપકડ
Next: ઈન્ડિયન-અમેરિકન આંત્રપ્રિન્યોર તૌસિફ મલિકે પુણેમાં ભારતનો પહેલો Ideas Festival લોન્ચ કર્યો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.