Income Tax New Rules | જો તમે નોકરિયાત છો અને ટેક્સ બચાવવા માટે ઘર ભાડા ભથ્થા (House Rent Allowance – HRA) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આવકવેરા ધારા 2025 (Income Tax Act 2025) ના નવા નિયમો મુજબ, હવે ભાડાની રકમ પર ટેક્સની છૂટ મેળવવા માટે પારદર્શિતા રાખવી ફરજિયાત બનશે.
જો કોઈ કર્મચારી મકાન માલિક (Landlord) સાથેનો પોતાનો સંબંધ જાહેર નહીં કરે અથવા ભાડાનું પેમેન્ટ ચેક (Check) થી નહીં કરે, તો ટેક્સ ઉપરાંત ટેક્સની રકમના 200% જેટલો દંડ (Penalty) ભરવાની નોબત આવી શકે છે.
ઈન્કમ ટેક્સે નિયમો કેમ કડક કર્યા?
વર્તમાન સમયમાં અનેક કર્મચારીઓ બોગસ ભાડાની રસીદ (Fake Rent Receipt) બનાવીને પોતાની પત્ની, માતા-પિતા કે સગા-સંબંધીઓના નામે ભાડું બતાવી ટેક્સમાં છૂટ મેળવે છે. આ વલણને રોકવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે (Income Tax Department) નવા નિયમો તૈયાર કર્યા છે:
સંબંધની જાહેરાત: હવેથી ભાડું ક્લેઈમ કરતી વખતે મકાન માલિક સાથેનો સગપણનો સંબંધ જાહેર કરવો પડશે.
માહિતી છુપાવવી ગુનો: જો સંબંધ જાહેર કરવામાં નહીં આવે, તો તેને મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનું કારસ્તાન (Misreporting of Income) ગણવામાં આવશે.
કલમ 439 હેઠળ કાર્યવાહી: આવકવેરા ધારા 2025 ની કલમ 439 હેઠળ તેને કરચોરી (Tax Evasion) નો પ્રયાસ ગણીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
પેમેન્ટની પદ્ધતિ પર પણ નજર
નવા નિયમો મુજબ, મકાન માલિકને ભાડાનું પેમેન્ટ ડિજિટલ મોડ (Digital Mode) અથવા ચેક (Check) દ્વારા કરવું હિતાવહ છે. રોકડ વ્યવહારોમાં પારદર્શિતાના અભાવે ટેક્સ ઓફિસર (Tax Officer) તમારા ક્લેઈમને ફગાવી શકે છે અને દંડ ફટકારી શકે છે.
નોકરિયાત વર્ગે હવે HRA ક્લેઈમ કરતી વખતે માત્ર રસીદ જ નહીં, પરંતુ ભાડા કરાર (Rent Agreement) અને પેમેન્ટના પુરાવા પણ તૈયાર રાખવા પડશે. જે વેરો ભરવાનો બાકી નીકળશે, તેના પર 200% સુધીનો પેનલ્ટી ચાર્જ લાગી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિ પર મોટી અસર કરી શકે છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…