HPV Vaccination Campaign | ભારત સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક મહત્વકાંક્ષી વેક્સિનેશન (Vaccination) અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ દેશની 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપતી એચપીવી (HPV) વેક્સિન મફતમાં આપવામાં આવશે. ભારતમાં દર વર્ષે આશરે 1.15 કરોડ છોકરીઓ 14 વર્ષની વયે પહોંચે છે, જેમને આ યોજનાનો સીધો લાભ મળશે.
ભારતમાં સર્વાઇકલ કેન્સરની સ્થિતિ વિશ્વભરમાં સર્વાઇકલ કેન્સરના કુલ કેસોમાં ભારતનો હિસ્સો 25% જેટલો છે. એક રિપોર્ટ (Report) મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 80,000 નવા કેસ નોંધાય છે અને 42,000થી વધુ મહિલાઓ આ બીમારીને કારણે જીવ ગુમાવે છે. હ્યુમન પેપિલોમા વાયરસ (Human Papilloma Virus – HPV) આ કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે.
રસી કેટલી અસરકારક છે? નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન (National Library of Medicine) અનુસાર, એચપીવી વેક્સિન સર્વાઇકલ કેન્સર અટકાવવામાં 90% થી વધુ અસરકારક છે. આ રસી કેન્સર પેદા કરતા ટાઈપ 16 અને 18 સામે રક્ષણ આપે છે. આ રસીનો પ્રભાવ 12 થી 15 વર્ષ સુધી મજબૂત રહે છે. નિષ્ણાતોના મતે 9 થી 14 વર્ષની વયની છોકરીઓ માટે આ રસી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.
રસીકરણ અને સલામતી સરકાર આ રસીકરણ કેન્દ્રોને 24 કલાક કાર્યરત આરોગ્ય સુવિધાઓ સાથે જોડશે જેથી તાત્કાલિક તબીબી સહાય મળી રહે. 15 થી 26 વર્ષની મહિલાઓ માટે ‘કેચ-અપ’ વેક્સિનેશન (Catch-up Vaccination) ની સલાહ આપવામાં આવે છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં, પરંતુ અન્ય પ્રકારના કેન્સરના જોખમને પણ ઘટાડે છે.
Disclaimer : આ માહિતી સંશોધન અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે, જેને મેડિકલ સલાહ (Medical Advice) ન માનવી. કોઈપણ નવી પ્રવૃત્તિ કે કસરત (Exercise) શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર (Doctor) અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.
