Adolf Hitler Birthplace Police Station | દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહોમાં ગણાતા એડોલ્ફ હિટલર (Adolf Hitler) નો જન્મ ઓસ્ટ્રિયા (Austria) ના બ્રાઉનાઉ એમ ઇન (Braunau am Inn) શહેરમાં આવેલી 17મી સદીની એક ઈમારતમાં થયો હતો. ઓસ્ટ્રિયા સરકારે હવે આ ઐતિહાસિક ઈમારતને સત્તાવાર રીતે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર (Police Station) માં ફેરવી દીધી છે.
પોલીસ સ્ટેશન બનાવવાનું મુખ્ય કારણ
ઓસ્ટ્રિયા સરકાર નથી ઈચ્છતી કે આ ઈમારત નવ-નાઝી (Neo-Nazi) વિચારધારા ધરાવતા લોકો માટે કોઈ સ્મારક કે શ્રદ્ધાંજલિ અર્પવાનું સ્થળ બની જાય. નિષ્ણાતોની સમિતિનું માનવું હતું કે જો આ ઈમારતને મ્યુઝિયમ (Museum) બનાવવામાં આવે તો પણ ત્યાં કટ્ટરપંથીઓ એકઠા થવાનો ભય રહે છે. ઈમારતને તોડી પાડવાથી ઈતિહાસનું એક મહત્વનું સ્થળ નાશ પામત, તેથી તેને પોલીસ સ્ટેશનમાં ફેરવવાનો નિર્ણય લેવાયો.
નવો દેખાવ અને લોકશાહીનો સંદેશ
ઈમારતના બાહ્ય ભાગને નવો રોપ આપવામાં આવ્યો છે. જોકે, ઈમારતની બહાર એક સ્મારક પથ્થર (Memorial Stone) હજુ પણ મુકાયેલો છે, જેના પર લખેલું છે: “શાંતિ, આઝાદી અને લોકશાહી માટે, ફાસીવાદ ફરી ક્યારેય નહીં.”
આ નિર્ણય દ્વારા ઓસ્ટ્રિયા સરકારે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઈતિહાસને ભુલાવી શકાય નહીં, પરંતુ તેને નફરત ફેલાવનારાઓનું પ્રતીક પણ બનવા દેવામાં આવશે નહીં.