Gujarat

ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે 2024માં 3,924 લોકોના મોત, રોડ સેફ્ટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

Gujarat Accident Report | ગુજરાતમાં ટ્રાફિક નિયમોના (Traffic rules) ઉલ્લંઘનને કારણે માર્ગ અકસ્માતો (Road accidents) ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના (Gujarat Road Safety Authority) તાજેતરના અહેવાલમાં વાહન ચાલકોની ઘોર બેદરકારીનો ખુલાસો થયો છે.

વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં માત્ર હેલ્મેટ (Helmet) અને સીટ બેલ્ટ (Seat belt) ન પહેરવા જેવી ગંભીર લાપરવાહીના કારણે 3,924 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માર્ગ સુરક્ષાના નિયમો પ્રત્યેની આ ઉદાસીનતા સીધી રીતે મોટા જોખમને આમંત્રણ આપી રહી છે.

રોડ સેફ્ટી રિપોર્ટના (Road Safety Report) આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે, મોટાભાગના જીવલેણ અકસ્માતોમાં જો ચાલકોએ સુરક્ષાના સાધનોનો યોગ્ય ઉપયોગ કર્યો હોત, તો તેમનો કિંમતી જીવ બચાવી શકાયો હોત.

ખાસ કરીને ટુ-વ્હીલર (Two-wheeler) વાહન ચાલકોમાં હેલ્મેટ વિના ડ્રાઇવિંગ (Driving) કરવાનું ચલણ ખૂબ વધારે છે, જેના કારણે વર્ષ 2024 માં માત્ર હેલ્મેટ ન પહેરવાને લીધે 3,021 લોકો મૃત્યુ પામ્યા છે.

બીજી તરફ, ફોર-વ્હીલર (Four-wheeler) ચાલકોમાં સીટબેલ્ટ પ્રત્યે ભારે અરુચિ જોવા મળી રહી છે, જેના પરિણામે 903 વાહન ચાલકો અકસ્માત દરમિયાન કાળનો કોળિયો બન્યા છે.

ટ્રાફિક પોલીસ (Traffic Police) અને પરિવહન વિભાગ દ્વારા અવારનવાર દંડનીય કાર્યવાહી તેમજ જાગૃતિ અભિયાન (Awareness campaigns) ચલાવવામાં આવતા હોવા છતાં, વાહન ચાલકો પોતાની સુરક્ષાને ગંભીરતાથી લેતા નથી.

આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હેલ્મેટ અને સીટબેલ્ટ એ માત્ર પોલીસના દંડથી (Fines) બચવા માટે નથી, પરંતુ તે અકસ્માત સમયે જીવન બચાવવા માટેનું સુરક્ષા કવચ (Safety shield) છે.

આ સ્થિતિને કાબૂમાં લેવા માટે હવે નિયમોનો ભંગ કરનારા બેજવાબદાર ચાલકો સામે પરિવહન વિભાગ વધુ કડક કાયદાકીય પગલાં લેવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

12 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

13 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

13 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

14 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

17 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

17 hours ago