Categories: Uncategorized

ગુજરાત નગરપાલિકા પરિણામ 2026: ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, વિરમગામ અને ધોળકામાં પણ ભગવો લહેરાયો

ગુજરાત નગરપાલિકા ચૂંટણી 2026 (Nagarpalika Election 2026) ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નો ભવ્ય વિજય થયો છે. ગોંડલ (Gondal) નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા તમામ 44 બેઠકો જીતીને વિરોધ પક્ષના સૂપડા સાફ કરી દીધા છે.

‘ગઢ ગોંડલ’ માં વિપક્ષી આક્ષેપોને નકારી જનતાએ ફરી જયરાજસિંહના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતની ગણદેવી (Gandevi) નગરપાલિકામાં પણ ભાજપે તમામ 24 બેઠકો પર કબ્જો મેળવી ‘ક્લિન સ્વિપ’ (Clean Sweep) કરી છે, જેમાં 22 બેઠકો તો બિનહરીફ (Unopposed) હતી.

અમદાવાદ (Ahmedabad) જિલ્લાની મહત્વની ગણાતી વિરમગામ (Viramgam) નગરપાલિકામાં ભાજપે 36 માંથી 19 બેઠકો મેળવી બહુમતી (Majority) હાંસલ કરી છે. વિરમગામમાં 13 ઉમેદવારો અગાઉ જ બિનહરીફ જાહેર થયા હતા.

બીજી તરફ, ધોળકા (Dholka) નગરપાલિકામાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. ધોળકાની 36 બેઠકોમાંથી ભાજપે 21 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. આ પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત છે.

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

1 day ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

1 day ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

2 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

2 days ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

2 days ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

2 days ago