Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું તેનો શ્રેય સામૂહિક ચિંતન અને લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિને જાય છેઃ CM

Chief Editor November 30, 2025
Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM

12મી ચિંતન શિબિરનું સમાપન

વિકસીત ગુજરાત 2047 માટે ‘અર્નિંગ વેલ- લિવિંગ વેલ’ ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને ગતિ આપવા થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવવા મુખ્યમંત્રીનું આહવાન

મુખ્યમંત્રી
• ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું તેનું શ્રેય આપણા સામૂહિક ચિંતન અને લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિને જાય છે
• અધિકારીઓ ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતાથી કાર્યરત રહે
• માત્ર ફાઇલવર્કથી સંતોષ માનવા કરતાં નિયમિતપણે ફિલ્ડ વિઝીટ, અને વાસ્તવિક સમસ્યાઓનો સૂઝબૂઝથી સામનો કરવાની પહેલવૃત્તિ કાર્યક્ષમતાને અનેકગણી વધારશે
——-
કુપોષણના સામે સામૂહિક ઝુંબેશ શરૂ કરવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર
——
નાયબ મુખ્યમંત્રી
• ચિંતન શિબિરના વિવિધ વિષયો પર ગંભીરતાપૂર્વક ચિંતન અને મનનથી છેવાડાના માનવીના કલ્યાણ અને રાજ્યની વિકાસયાત્રાને ગતિમાન બનાવવાનો માર્ગ પ્રસ્થાપિત કરીએ
• ચિંતન શિબિરમાંથી કઈંક નવું શીખી લોકોના કલ્યાણ માટે જમીની સ્તર પર કાર્ય કરવાનો અનુરોધ

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, વિકસિત ગુજરાત 2047 માટે ‘અર્નિંગ વેલ- લિવિંગ વેલ’ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને વધુ ગતિ આપવા સૌ થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવે.

વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે યોજાયેલી ૧૨મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસીત ભારત @2047ના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાત @2047થી અગ્રેસર રાખવાનો જે રોડમેપ આપણે લોકો માટે અર્નિંગ વેલ લીવિંગ વેલના મંત્ર સાથે તૈયાર કર્યો છે. તેને થીન્કિંગ વેલ ડૂઇંગ વેલના ભાવથી આ ચિંતન શિબિર વૈચારિક ભાથું પૂરું પાડશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, માત્ર ફાઇલ વર્ક કરીને સંતોષ માનવા કરતાં નિયમિતપણે ફિલ્ડ વિઝીટ, સ્થળ પર હાજરી, વાસ્તવિક સમસ્યાઓનો સૂઝબૂઝથી સામનો કરવાની પહેલવૃત્તિ અને લોકહિત તથા કલ્યાણ માટે સંવેદના જગાવીને કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થઇ શકે અને આપણે પોતે કરેલા કામોના મૂલ્યાંકનથી વિકાસની સાચી દિશા નક્કી થઇ શકે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની ઉત્તરોત્તર સફળતામાં ટીમ ગુજરાતની મહેનત અને પ્રજા હિત માટેનું સામૂહિક ચિંતન ફળદાયી રહ્યું છે, તેમ જણાવ્યું હતું.

2003ની પ્રથમ ચિંતન શિબિરમાં નરેન્દ્રભાઇ મોદીએ આપેલી પ્રેરણા “આપણો અભિગમ સંકલિત હોય, ગામડાઓને ગરીબીમાંથી બહાર કાઢીએ અને એકપણ પરિવાર ગરીબી રેખાથી નીચે ન રહે. જ્યારે ભારત 21મી સદી તરફ  અગ્રેસર હોય ત્યારે આ સદીને ભારતની સદી બનાવવામાં આપણા બધા તરફથી કંઇ યોગદાન હોવું જોઇએ. આ ફક્ત રાજકીય કે ઓફીસીયલ કાર્યક્રમ નથી, માનવજાતના ઉત્થાનનો એક નાનો પ્રયાસ છે.”

આ વાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ જે કહેવું તે કરવું નો મંત્ર અપનાવ્યો છે અને આ વાત સાકાર કરતાં કરોડો લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે. અને ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આપણે તેમના દિશા દર્શનમાં સર્વાંગી વિકાસની ગતિ તેજ બનાવીને માથાદીઠ આવક પાછલા અઢી દાયકામાં 19,823થી વધારીને 3 લાખ 22 હજાર સુધી પહોંચાડી છે.

મુખ્યમંત્રીએ ત્રિદિવસીય ચિંતન શિબિરના વિધિધ ચર્ચાસત્રોમાં થયેલા સામૂહિક વિચાર મંથનથી મળેલા સૂચનો પર વાસ્તવિક અમલથી સર્વાંગી વિકાસ માટે ટીમ સ્પીરીટથી કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કુપોષણ સામે સામૂહિક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં સામૂહિક જૂથ ચર્ચામાં આવેલા વિષયો પર થયેલી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકનની અને આગામી ચિંતન શિબિરમાં નવી ઊર્જા તથા વધુ ઊંચા વિકાસ લક્ષ્યો સાથે મળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

ચિંતન શિબિરના વિવિધ વિષયો પર ગંભીરતાપૂર્વક ચિંતન અને મનનથી છેવાડાના માનવીના કલ્યાણ અને રાજ્યની વિકાસયાત્રાને ગતિમાન બનાવવાનો માર્ગ પ્રસ્થાપિત કરવાનો અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, શિબિરમાં થયેલી નિખાલસ અને ટ્રાન્સપરન્ટ ચર્ચાઓ રાજ્યના વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

ત્રણ દિવસના સામૂહિક મનોમંથનથી તૈયાર થયેલ મુદ્દાઓ માત્ર આર્કાઈવમાં જ ન રહે, પરંતુ યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય તેનો સીધો લાભ ગુજરાતના સામાન્ય નાગરિકોને મળે તે જરૂરી છે.

ચિંતન શિબિરમાંથી કઈંક નવું શીખી લોકોના કલ્યાણ માટે જમીની સ્તર પર કાર્યરત રહેવાનો અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંઘવીએ કહ્યું કે, માત્ર સચિવાલય સ્તરે નહીં, પરંતુ છેક જિલ્લા પ્રશાસન સુધી શિબિરની ફલશ્રુતિ પહોંચાડીએ.

તેમણે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલી આ ચિંતન શિબિર સૌને પ્રજાના હિત અને કોઇ ગરીબના આંસુ લુંછવાનું સંવેદના સભર માધ્યમ બનશે, તેવી આશા વ્યક્ત કરી હતી અને રાજચંદ્ર મિશનનો તેમણે આપેલા સહયોગ બદલ આભાર માન્યો હતો.

ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ સચિવઓ, જિલ્લા કલેક્ટરઓ, વિકાસ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય વહીવટી વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના સચિવશ્રી હારિત શુકલાએ આ શિબરની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) Chintan Shibir (ચિંતન શિબિર)

Post navigation

Previous: વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન
Next: 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ સંત સુરદાસ યોજનાનો મળશે લાભ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.