Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન

Chief Editor November 29, 2025
Ekta Padyatra reaches Vadodara city

Ekta Padyatra reaches Vadodara city

સરદાર @150 યુનિટી માર્ચ
કાયમી પદયાત્રીઓ સ્વયં કચરાનો નિકાલ કરી પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ
વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ફરી રહેલા પદયાત્રીઓનું ઠેરઠેર થયું ઉષ્માસભર સ્વાગત
કોઇ સ્થળે નૃત્યો તો કોઇ સ્થળે આશીર્વચન, દેશભરના પદયાત્રીઓને થયો સાંસ્કૃતિક નગરીનો પરિચય

સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રીઓએ જય સરદારની પ્રચંડ ગુંજ સાથે મહારાજા સયાજીરાવની સાક્ષર નગરી વડોદરામાં કૂચ કરી હતી. આ રાષ્ટ્રીય પદયાત્રા તેની નિયત રાહ પર વિવિધ સ્થળો ઉપર ફરી આજના દિવસની છાવણી એવા નવલખી મેદાન ઉપર પહોંચી હતી અને વિરામ પામી હતી. ભારતભરમાંથી આવેલા પદયાત્રીઓને શહેરમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત વડોદરાની સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખની પરિચાયક બની હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કેન્દ્રીય યુવા ખેલ મંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં વડોદરાના અટલાદરા થી નવલખી સુધી પદયાત્રીઓ પ્રસ્થાન કર્યું. જેમાં, રાજકીય પ્રતિનિધિઓ, આગેવાનો, અગ્રણીઓ અને પ્રબુદ્ધ શહેરીજનો જોડાયા હતા.

પદયાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવા પદયાત્રીઓ સાથે સંવાદ કરી ભારતના વિકાસ માટે યુવાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિવાજી સર્કલ પર શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરા નગરજનોએ પદયાત્રીઓ પર ફૂલોનો વરસાદ કર્યો હતો.

ઊર્મિ સ્કૂલ, ભારત પેટ્રોલ પંપ, ચિનાર વુડ સોસાયટી જેવા વિવિધ જૂથો દ્વારા પદયાત્રીઓ ઉપર પુષ્પવર્ષા થકી શહેરમાં આવકારવામાં આવ્યા હતા.

એચ.એસ.પટેલ સ્કૂલની બાળાઓ દ્વારા ગરબા નૃત્ય અને વિધાકુંજ હાઇસ્કુલની કન્યાઓ દ્વારા કથક નૃત્ય કરીને પદયાત્રીઓનું અભિવાદન કર્યું હતું.

મરાઠી અને મુસ્લીમ સમુદાયના લોકોએ પદયાત્રીઓનું વિશેષ સન્માન કરી સામાજિક સૌહાર્દની મિશાલ પૂરી પાડી હતી.

અલકાપુરી બ્રહ્માકુમારી ગ્રુપ દ્વારા પદયાત્રીઓને શાંતી અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ઘણા પદયાત્રીઓએ કેરી બેગમાં કચરો વીણીને સ્વચ્છતાનું સરસ ઉદાહરણ આપ્યું હતું.

યુનિટી માર્ચનો પોતાનો અનુભવ રજૂ કરતા હરિયાણાના કરનાલનામિહિર બેનરજીએ જણાવ્યું હતું કે સરદાર@૧૫૦ એક પદયાત્રા નહીં પરંતુ તીર્થયાત્રા છે. જેમાં સરદાર પટેલની જન્મભૂમિને સાક્ષાત થવાનો અવસર મળ્યો. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના લોકો બહુ જ પ્યારા છે, આ પદયાત્રાના માધ્યમથી દેશના તમામ લોકોને અખંડ ભારત નિર્માણના કાર્યો કરવાની પ્રેરણા મળશે.

અન્ય પદયાત્રી, રાજસ્થાન બાડમેરનાગણપત રાઠોડે જણાવ્યું હતું કે સરદાર@૧૫૦ પદયાત્રાના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર થતા જોવાનો અનુભવ પ્રાપ્ત થયો છે. સમગ્ર ભારતમાંથી આવેલા યુવાનોના પારસ્પરિક વૈચારિક આદાન-પ્રદાન થી સશક્ત ભારત નિર્માણ માટે કાર્યો કરવાની પ્રેરણા મળી છે.

અરુણાચલ પ્રદેશનાથોમસ સીંગીએ જણાવ્યું હતું કે યુનિટી માર્ચમાં જોડાવાનો તેમનો અનુભવ ખૂબ જ આનંદમય રહ્યો છે. આ પદયાત્રા અટલાદરાથી શરૂ થયી વ્રજ કુમારજી સર્કલ, શિવાજી સર્કલ, મુજ મહુડા, રામપુરા અકોટા, અકોટા બ્રિજ, નરસિંહ હોમ સર્કલ થઇ નવલખી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Ekta Padyatra (એકતા પદયાત્રા) Mansukh Mandaviya (મનસુખ માંડવિયા) Vadodara (વડોદરા)

Post navigation

Previous: સરદાર પટેલે જોયેલા ભારતના સ્વપ્નને વડાપ્રધાન Narendra Modi સાકાર કરી રહ્યા છે: જે. પી. નડ્ડા
Next: ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું તેનો શ્રેય સામૂહિક ચિંતન અને લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિને જાય છેઃ CM
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.