Gujarat

ગુજરાતમાં નવા નીરની આવક: રાજ્યના 6 ડેમ 100% ભરાયા, 10 જળાશયો હાઇ એલર્ટ પર

ગુજરાતમાં જુલાઈ (July) મહિનાના પ્રારંભમાં પડેલા સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસની આવકના કારણે રાજ્યના જળાશયોની જળસપાટીમાં મોટો વધારો થયો છે.

રાજ્યના 206 જળાશયોમાં અત્યાર સુધીમાં કુલ ક્ષમતાના 41.11 ટકા જેટલો પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. આ ડેમો (Dams) માંથી 6 ડેમ એવા છે જે 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 18 ડેમમાં 70 થી 100 ટકા પાણી ઉપલબ્ધ છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા 10 ડેમોને હાઈ એલર્ટ (High Alert) પર, 4 ડેમોને એલર્ટ (Alert) પર અને 10 ડેમોને વોર્નિંગ (Warning) પર રાખવામાં આવ્યા છે.

બીજી તરફ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) માં હાલ 2,19,922 mcft જળસંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 65.83 ટકા છે. નર્મદા ડેમની સપાટી હાલ 416.56 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીની સતત આવક થતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

રાજ્યના કયા ડેમોને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા

આ ડેમો હાઇ એલર્ટ પર
જિલ્લો તાલુકો ડેમનું નામ કેટલા ટકા ભરાયા
અમરેલી રાજુલા ધાતરવાડી 100
અમરેલી સાવરકુંડલા સુરજવાડી 100
ભાવનગર મહુવા રોજકી 100
ભાવનગર મહુવા માલણ 100
ભાવનગર પાલીતાણા શેત્રુંજી 100
તાપી સોનગઢ દોસવાડા 100
ભાવનગર ઉમરાળા રંગહોળા 99.65
અમરેલી ધારી ખોડિયાર 96.83
અમરેલી ખાંભા રાયડી 95.24
અમરેલી રાજુલા ધાતરવાડી-II 93.72
આ ડેમો એલર્ટ પર
સુરેન્દ્રનગર ચુડા વાંસલ 89.67
મહીસાગર બાલાસિનોર વણાકબોરી 85.36
જૂનાગઢ માણાવદર બાંટવા-ખારો 84.13
ગીર સોમનાથ ગીર-ગઢડા રાવલ 80.47
આ ડેમો વોર્નિંગ હેટળ
ભાવનગર પાલીતાણા ખારો 79.33
અમરેલી સાવરકુંડલા શેલ-દેદુમલ 78.62
રાજકોટ રાજકોટ લાલપરી 78.08
રાજકોટ ઉપલેટા વેણુ-II 76.53
ભાવનગર પાલીતાણા હણોલ 74.64
પોરબંદર કુતિયાણા સરણ 73.37
રાજકોટ રાજકોટ આજી-II 73.29
છોટાઉદેપુર જેતપુર પાવી સુખી 72.68
બોટાદ ગઢડા કાળુભાર 72.33
કચ્છ મુંદ્રા કાળાઘોઘા 71.69

રાજ્યના મહત્વના ડેમોની સ્થિતિ

ડેમનું નામ મહત્તમ સપાટી હાલની સપાટી કેટલા ટકા ભરાયા આવક (ક્યુસેક)
ધરોઈ 622 605.67 47.1 0
સીપુ 612 571.88 5.1 0
દાંતીવાડા 604 570.47 26.26 0
હાથમતી 593 586.18 49.03 0
સુખી 485 478.11 72.68 0
વાત્રક 447 433.46 46.92 0
મચ્છુ-I 444 423.19 21.61 0
કડાણા 419 392.15 44.62 320
પાનમ 418 403.37 55.97 220
કરજણ 378 337.33 46.42 214.5
ભાદર 354 334.51 14.57 0
ઉકાઈ 345 312.82 39.43 800
ઉંડ-I 322 298.26 7.33 0
દમણગંગા 262 237.53 45.63 9142
બ્રાહ્મણી 212 196.78 23.69 70
મચ્છુ-II 188 173.55 30.91 311
શેત્રુંજી 182 182.18 100 450
Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન

Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…

20 hours ago

छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत

Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…

20 hours ago

વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત

Canada Student Admissions | ભારત સરકારે કેનેડામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અને…

20 hours ago

अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा

Saritha Komatireddy | अमेरिका में आगामी 3 नवंबर को होने वाले मध्यावधि (मिडटर्म) चुनावों से…

21 hours ago

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો પર દબાણ અને સરિતા કોમા્તિરેડ્ડીની ચર્ચા

Saritha Komatireddy | અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ભારતીય-અમેરિકન ઉમેદવારો અને મતદારો…

21 hours ago

अमेरिका ने टाटा, इंफोसिस और विप्रो समेत 8 आईटी कंपनियों पर ग्रीन कार्ड फाइलिंग का लगाया प्रतिबंध

अमेरिका ने टाटा कंसलटेंसी सर्विसेज (TCS), इंफोसिस, विप्रो और एचसीएल (HCL) सहित कुल 8 प्रमुख…

21 hours ago