Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

5 લાખ રૂફટોપ સોલાર સ્થાપિત કરી ગુજરાત દેશમાં પ્રથમ

Chief Editor December 18, 2025
Gujarat becomes first in the country to install 5 lakh rooftop solar panels

Gujarat becomes first in the country to install 5 lakh rooftop solar panels
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ગ્રીન એનર્જી ક્રાંતિ તેજ બની છે, જેમાં ગુજરાત ફરી એકવાર અગ્રેસર સાબિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના અમલીકરણમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ રહેણાંક મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે.

લક્ષ્યાંકની અડધી સફર પૂર્ણ ગુજરાત સરકારે માર્ચ 2027 સુધીમાં કુલ 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. માત્ર ટૂંકા ગાળામાં જ ૫ લાખ સિસ્ટમ સ્થાપીને રાજ્યએ 50 ટકા લક્ષ્ય સિદ્ધ કરી લીધું છે. આ સિદ્ધિના પરિણામે રાજ્યમાં 1,879 મેગાવોટ જેટલી સોલાર ઊર્જા ક્ષમતા પ્રાપ્ત થઈ છે, જે પર્યાવરણ અને ગ્રાહકોના ખિસ્સા બંને માટે ફાયદાકારક છે.

નાગરિકોને મળ્યા કરોડોના લાભ આ યોજના હેઠળ ગુજરાતના નાગરિકોએ અત્યાર સુધીમાં કુલ રૂ. 3,778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો છે. યોજનાને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે:

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →
  • 6 કિલો વોટ સુધીની સિસ્ટમ માટે રૂ. 2,950ના રેગ્યુલેટરી ચાર્જીસમાં સહાય.

  • નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જમાં સંપૂર્ણ માફી.

  • નેટ મીટરીંગ એગ્રીમેન્ટની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ.

શહેરોમાં સોલારનો ક્રેઝ રાજ્યમાં સોલાર રૂફટોપ સ્થાપવામાં સુરત 65,233 જોડાણો સાથે મોખરે છે, ત્યારબાદ અમદાવાદ (59,619), રાજકોટ (56,084), વડોદરા (43,656) અને જૂનાગઢ (22,858) નો સમાવેશ થાય છે.

સરળ પ્રક્રિયા અને આર્થિક ફાયદો રાજ્યમાં રહેણાંક સોલાર માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી સરકારને વેચવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ પર કોઈ બેંકિંગ ચાર્જ લાગુ પડતો નથી. આ યોજના હેઠળ ૨ kW સુધી રૂ. 30,000 પ્રતિ kW અને 3 kWથી વધુ ક્ષમતા માટે મહત્તમ રૂ. 78,000 સુધીની કેન્દ્રીય સબસિડી મળવાપાત્ર છે. ગુજરાતની આ સફળતા પાછળ રાજ્ય સરકારની નીતિ આધારિત આયોજન અને ગ્રાહક-લક્ષી અભિગમ મુખ્ય પરિબળો રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Gujarat (ગુજરાત) Gujarat government (ગુજરાત સરકાર) Solar Panel (સોલાર પેનલ)

Post navigation

Previous: ખીજડિયા પક્ષી અભયારણ્યની વર્ષ દરમિયાન 52 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
Next: વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ૩ કલાકના સર્ચ ઓપરેશન બાદ તંત્રએ હાશકારો લીધો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.