NRG

(GSSP) દ્વારા મ્યુઝિકલ શો યોજાયો

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા મ્યુઝિકલ શો યોજાયો

 


ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા તારીખ 3 જૂન, 2026ના રોજ ઇલેગન્સ બેન્ક્વેટ હોલમાં મ્યુઝિકલ શોનું ભવ્ય આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં 200 કરતાં વધુ સભ્યોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનો ખૂબ જ આનંદ માણ્યો હતો.
સૌ પ્રથમ બધા સભ્યોએ સ્વાદિષ્ટ ગુજરાતી ડિનરની મજા માણી હતી. આજનું ડિનર ચેતનભાઈ ગાંધી દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું. ડિનર
પછી સંસ્થાના  પ્રમુખ હર્ષાબેન ગાંધીએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને તમામ સ્પોન્સર્સ તથા દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે સાથે તમામ કમિટી સભ્યો અને વોલન્ટિયર્સના સહકાર બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો.


કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર પછી જૂન મહિનામાં જેમના જન્મદિવસ આવે છે તેવા સભ્યોને બર્થડે કાર્ડ આપી અને
“હેપ્પી બર્થડે” ગીત ગાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ત્યારબાદ ડૉ. કિરણ પારેખ દ્વારા આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ હેલ્થ ટીપ્સ આપવામાં આવી હતી.
સંસ્થા તરફથી ફૂડ સ્પોન્સર ચેતન ગાંધીનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
ત્યારબાદ “Voice & Vibe” મ્યુઝિકલ ગ્રુપના જાણીતા ગાયકો સ્વાતી તિવારી, મનોજ સોલંકી અને રામ આયંગર દ્વારા બોલીવુડના જૂના તેમજ
નવા ગીતોને કર્ણપ્રિય અવાજ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સુમધુર ગાયકીનો સભ્યોએ ખૂબ જ આનંદ માણ્યો હતો અને હોલ વારંવાર
તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો.

ઘણા સભ્યોએ તેમના ગીતો પર મનભરીને  ડાન્સ કર્યો હતો અને ગરબા ના તાલે સૌએ સાથે મળીને ગરબા કરી ખૂબ
જ આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સંગીત, નૃત્ય અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો અને સભ્યો માટે એક યાદગાર સાંજ બની રહી હતી.
સંસ્થા તરફથી તમામ કલાકારોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

અંતે સંસ્થાના પ્રમુખ હર્ષાબેન ગાંધીએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ સંગીતમય સાંજની મધુર યાદગીરી સાથે ઘરે પરત ફર્યા.

*માહિતી: કૃષ્ણકાંત શાહ (કેકે)*

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

23 hours ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

1 day ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

1 day ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

1 day ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

1 day ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

1 day ago