DFW ખડાયતા પરિવાર(DFWKP) દ્વારા પિકનિક યોજાઈ
DFW ખડાયતા પરિવાર (DFWKP) દ્વારા તારીખ 6 જૂન, 2026ના રોજ કોપેલના એન્ડ્ર્યુ બ્રાઉન પાર્ક ખાતે પિકનિકનું આયોજન કરવામાં
આવ્યું હતું.આ પિકનિકમાં ખડાયત સમાજના પરિવારજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
સૌપ્રથમ સર્વેએ, ટાકો બાર, ઠંડી છાશ અને રસદાર તરબૂચ જેવા સ્વાદિષ્ટ એપેટાઇઝર્સનો ભરપૂર આનંદ માણ્યો હતો. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ
નિમિષાબેન જે. શાહ દ્વારા સૌનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તમામ સ્કોલરશિપ્સ સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો.
પિકનિકની શરૂઆત ભારત અને અમેરિકા ના રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી.
ત્યારબાદ ડૉ. વર્ષા શાહ, દિલીપ શાહ, નયના શાહ, મહેશ શાહ તથા એક અનામી ખડાયતા સભ્ય તરફથી સ્પોન્સર કરાયેલ સ્કોલરશિપ્સનું
વિતરણ સ્પોન્સર્સના હસ્તે ખડાયતા વિદ્યાર્થીઓ વ્રજેશ પરીખ, ધ્રુવિલ તલાટી અને અવી શાહને કરવામાં આવ્યું હતું તેમજ તેમને ઉજ્જવળ
ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ત્યારબાદ બાળકો તથા વડીલો માટે વિવિધ રસપ્રદ અને પડકારજનક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને
ખૂબ જ આનંદ માણ્યો હતો.
સમગ્ર વાતાવરણ હાસ્ય અને આનંદથી છવાઈ ગયું હતું. રમતોમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
ઘણા સભ્યોએ પાર્કના ખુલ્લા મેદાનમાં ક્રિકેટની રમતની પણ મજા માણી હતી.
ત્યારબાદ સૌએ ડિનરમાં સ્વાદિષ્ટ ભેળ અને દાબેલીની મજા માણી હતી. ડિનર પછી વિવિધ ફ્લેવરના સ્નોકોનનો પણ સૌએ ભરપૂર આનંદ માણ્યો
હતો. ડિનરના સમયે વરસેલા વરસાદે પિકનિકની મજાને વધુ યાદગાર બનાવી હતી.
અંતે સૌ સ્વાદિષ્ટ ભોજન, રમતો, સંગીત અને આનંદભરી પળોની મધુર યાદો સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા.
*માહિતી: કૃષ્ણકાંત શાહ (કેકે)*
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…