
રાજ્યપાલએ રાજભવન પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ સમારોહમાં રાજ્યપાલના પરિસહાયક બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડર શુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.