Finland Citizenship Test | ફિનલેન્ડ સરકાર (Government of Finland) દ્વારા ઈમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાના ભાગરૂપે હવે નાગરિકતા મેળવવા ઈચ્છતા અરજદારો માટે ‘સિવિક નોલેજ ટેસ્ટ’ (Civic Knowledge Test) લેવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
આ નવા પ્રસ્તાવ મુજબ, ફિનલેન્ડની નાગરિકતા (Citizenship) મેળવવા માટે અરજદારે ફિનિશ સમાજ, તેની સામાજિક વ્યવસ્થા અને મુખ્ય સિદ્ધાંતો વિશેની પોતાની સમજ સાબિત કરવી પડશે. આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આ નિવેદન મુજબ, જો સંસદ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે, તો વર્ષ 2027 થી આ પરીક્ષા ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે.
આ પ્રસ્તાવિત પરીક્ષા ફિનલેન્ડની બે સત્તાવાર ભાષાઓ ફિનિશ (Finnish) અથવા સ્વીડિશ (Swedish) માં લેવામાં આવશે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ અરજદારને ફિનિશ સમાજ કેવી રીતે કાર્ય કરે છે અને તેના કાયદાકીય માળખા વિશે કેટલું જ્ઞાન છે તેની ચકાસણી કરવાનો છે.
પરીક્ષાના અભ્યાસક્રમમાં ફિનલેન્ડનું બંધારણ, મૂળભૂત માનવ અધિકારો, સમાનતા, જાતિ સમાનતા, ઇતિહાસ અને સ્થાનિક સંસ્કૃતિ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે. જો કોઈ અરજદારે ફિનિશ કે સ્વીડિશ ભાષામાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવી હશે, તો તેમને આ ટેસ્ટમાંથી મુક્તિ મળી શકે છે.
ફિનલેન્ડના આંતરિક પ્રધાન મારી રાંતનેને (Mari Rantanen) આ અંગે જણાવ્યું હતું કે, નાગરિકતા આપોઆપ મળતી નથી, પરંતુ તે એકીકરણ (Integration) દ્વારા મેળવવી પડે છે. આ સુધારાઓ દ્વારા લોકો રોજગાર મેળવવા અને ફિનિશ સમાજના નિયમોનું સન્માન કરવા પ્રોત્સાહિત થશે.
નોંધનીય છે કે, વર્ષ 2023 થી સત્તામાં આવેલી સરકાર સતત ઈમિગ્રેશન પોલિસી કડક કરી રહી છે, જેમાં અગાઉ રહેઠાણનો સમયગાળો, ગુનાહિત રેકોર્ડ અને આર્થિક ક્ષમતા જેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. યુરોપના અન્ય દેશો જેમ કે સ્વીડન (Sweden) પણ આ જ પ્રકારે નાગરિકતાના નિયમો કડક કરી રહ્યા છે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…