Gujarat Development

ED II: MSME ને સશક્ત બનાવવા ઈ-કોમર્સ તાલીમ

ડિજિટલ અર્થતંત્રમાં MSME ને સશક્ત બનાવવા ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો

ઉદ્યોગ સાહસ વિકાસ સંસ્થા (ED II) દ્વારા RAMP (Raising and Accelerating MSME Performance) યોજના અંતર્ગત, ગુજરાત સરકારના MSME કમિશનરેટના સહયોગથી તથા CGCCI ના સહકારમાં તા. 18 જુલાઈ, 2026ના રોજ વડોદરાના વાણિજ્ય ભવન ખાતે ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.

 

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના 101 સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન RAMP યોજના, નવી MSME પોલિસી – વિકસિત ગુજરાત તેમજ ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, Google Business Profile, ONDC, GeM, Udyam Registration અને Walmart Vriddhi અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

તમામ ઉપસ્થિત ઉદ્યોગસાહસિકોને RAMP યોજના હેઠળ જોડવામાં આવ્યા તેમજ સતત માર્ગદર્શન અને સહાય માટે WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યું. Walmart Vriddhi માસ્ટરક્લાસ દરમિયાન 6 નવા Flipkart Seller Onboarding અને 4 Cross Border Trade (CBT) Registration નોંધાયા.

કાર્યક્રમમાં શ્રી હેતલ પાઠક દ્વારા RAMP યોજના અને ટેકનિકલ સત્રોનું માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રીમતી શ્વેતા શર્મા દ્વારા ઉદ્યોગસાહસિકોને ડિજિટલ વ્યવસાયના અવસરો અને બજાર વિસ્તરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ શ્રીમતી સચિના ગુરુંગ દ્વારા કાર્યક્રમના સફળ સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી.

 

EDII દ્વારા આગામી સમયમાં પણ MSME ઉદ્યોગસાહસિકોને ડિજિટલ સક્ષમતા, બજાર જોડાણ અને વ્યવસાય વિકાસ માટે સતત માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

12 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

13 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

13 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

13 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago