અમેરિકાના ફ્લોરિડા (Florida) માં આવેલા માયામી (Miami) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાણાકીય ક્ષેત્રના અગ્રણી એક્ઝિક્યુટિવ Tina Sodhi (ટીના સોઢી) ના શંકાસ્પદ મોતના એક વર્ષથી વધુ સમય બાદ એક મનોચિકિત્સક (Psychiatrist) સામે માનવવધ (Manslaughter) નો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે કૌર્ટના આદેશ બાદ ડોક્ટરની મેડિકલ પ્રેક્ટિસ (Medical Practice) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
44 વર્ષીય ડો. સેમ્યુઅલ લી (Dr. Samuel Lee) ને ફ્લોરિડા પોલીસે 14 July ના રોજ સેકન્ડ-ડિગ્રી ફેલોની માનવવધના આરોપસર ગિરફ્તાર કર્યા છે. ઘટના ફેબ્રુઆરી 2025 ની છે, જ્યારે 51 વર્ષીય ટીના સોઢી(Tina Sodhi) માયામી બીચ સ્થિત Sabia Wellness House માં 3-Day Retreat (3-દિવસીય રિટ્રીટ) માટે ગયા હતા. ‘Heart Protocol’ તરીકે ઓળખાતા આ કાર્યક્રમ માટે તેમણે 2000 Dollars ફી ચૂકવી હતી.
ટીના સોઢી એક અગ્રણી ફાઈનાન્સ કંપનીમાં સિનિયર પાર્ટનર હતા અને સાથે જ એક TEDx Speaker પણ હતા. આરોપ છે કે આ સેરેમની દરમિયાન ડોક્ટરે તેમને Ketamine (કેટામાઈન) અને MDMA જેવા શક્તિશાળી ડ્રગ્સ આપ્યા હતા. આ સિવાય તેમના શરીરમાંથી DMT નામનું શક્તિશાળી સાયકેડેલિક ડ્રગ પણ મળી આવ્યું હતું.
પોલીસ રિપોર્ટ અનુસાર, ડોક્ટરની સલાહ મુજબ ટીના સોઢીએ Parasite Cleanse (પેરાસાઈટ ક્લીન્સ) કર્યું હતું અને ત્યારબાદ તેઓ Infrared Sauna (ઈન્ફ્રારેડ સાઉના) માં ગયા હતા. સાઉનાની અતિશય ગરમીને કારણે શરીરમાં રહેલા ડ્રગ્સ અને કેમિકલ્સની અસર બેગણી થઈ ગઈ હતી. માયામી મેડિકલ એક્ઝામિનરના રિપોર્ટ મુજબ, ડ્રગ્સ, બોડી ક્લીન્સિંગ અને સાઉનાની ગરમીના મિશ્રણને કારણે ગંભીર ડીહાઈડ્રેશન (Dehydration) થવાથી ટીના સોઢીનું મોત નીપજ્યું હતું.
ડો. સેમ્યુઅલ લીએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે આ એક ધાર્મિક વિધિ હતી અને તેમણે પોતાના મેડિકલ લાયસન્સ હેઠળ આ કામ નહોતું કર્યું. પરંતુ તબીબી નિષ્ણાતોના મતે, આ વર્તન ચિકિત્સા ક્ષેત્રના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. 17 July ના રોજ માયામી-ડેડ જજે ડો. સેમ્યુઅલ લીને તેમનો પાસપોર્ટ સરન્ડર કરવાનો અને કેસ ચાલુ રહે ત્યાં સુધી મેડિકલ પ્રેક્ટિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના બાદ અનધિકૃત વેલનેસ સેન્ટરો સામે તપાસ તેજ કરવામાં આવી છે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…