DFW ખડાયતા પરિવાર (DFWKP) દ્વારા તારીખ ૮મી જૂન, ૨૦૨૫ ના રોજ એન્ડ્રૂ બ્રાઉન પાર્ક, કોપેલ, ટેક્સાસ ખાતે પિકનિકનું સુંદર
આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન ખૂબ જ ગરમ હોવા છતાં, ખડાયતા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહ સાથે
પિકનિકમાં ઉપસ્થિત રહ્યા હતા. મોજમસ્તી, સ્વાદિષ્ટ ભોજન, રમતો અને સભ્યોનl સરસ સંગાથે પિકનિક યાદગાર બની હતી.
શરુઆતમાં બધા સભ્યોએ એપેટાઈઝર્સની મજા માણી હતી. એપેટાઈઝર્સમાં પોંક,ચિપ્સ, બીન્સ, સIલસા, કૂકીઝ, ચા અને છાશ હતા.
એપેટાઈઝર્સ માણ્યા બાદ પિકનિકનો કાર્યક્રમ શરૂ થયો હતો. સૌપ્રથમ DFWKP સંસ્થાના પ્રમુખ વિશાખાબેન દેસાઈએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું
હતું, અને સમિતિના તમામ સભ્યો, સ્વયંસેવકો તથા સ્કોલરશીપ્સ સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ગીત અને
યુએસએનું રાષ્ટ્રીય ગીત ગવામાં આવ્યું હતું.

ત્યાર પછી સ્કોલરશીપ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્કોલરશીપ્સના સ્પોન્સર્સ દિલીપ શાહ, ડૉ. વર્ષા શાહ, નૈષધ સરૈયા, મહેશ શાહ અને એક
અજ્ઞાત વ્યક્તિ હતા. ખડાયતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સ્કોલરશીપો કાબેલિયત આધારિત (Merit based) આપવામાં આવી
હતી. સાત ખડાયતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું
ત્યાર પછી દેવાંગી નIગર અને હિરલ શાહ દ્વારા આયોજિત, બાળકો તથા મોટાઓ માટે રસપ્રદ અને પડકારજનક રમતો રમાડવામાં આવી હતી.
જેમાં બાળકો અને મોટાઓ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખુબ આનંદ કર્યો હતો. બાળકોની રમતમાં વિજેતાને ઈનામ આપવામાં આવ્યા હતા
તે સાથે ઘણા લોકોએ ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમીને મજા કરી હતી.

રમતોની મજા લીધા પછી સૌને ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડિનરમાં સ્વાદિષ્ટ કાઠી રોલ અને વડાપાવ પીરસવામાં આવ્યા હતા.
ડિનર પછી સ્નો કોન આપવામાં આવ્યા હતા. ગરમીમાંથી રાહત આપતા સ્નોકોનનો સૌએ આનંદ માણ્યો હતો.
પિકનિકની મધુર યાદોને જતાવવા માટે નિમેષ શાહ (Hanksphotovideo LLC) એ સ્વઇચ્છાથી ફોટા અને વિડિઓ લઇ અદભૂત સેવા આપી
હતી
અંતે પિકનિકની મધુર યાદો સાથે બધા ઘેર જવા રવાના થયા હતા
માહિતી: કૃષ્ણકાંત શાહ (કે.કે.)