Business

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવશે? ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક, જાણો શું છે કારણ

Crude Oil Prices | વૈશ્વિક સ્તરે અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે વધતા ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) ને કારણે ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજાર (International Market) માં ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની અત્યંત નજીક પહોંચી ગઈ છે.

આ વધારાનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર જહાજોની અવરજવર પર લાગેલી બ્રેક હોવાનું માનવામાં આવે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ (Brent Crude Futures) નો ભાવ 0.82 ટકા વધીને 99.29 ડોલર અને WTI ક્રૂડ 1.15 ટકા વધીને 90.71 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઈરાન સામે નૌકાદળની નાકાબંધી (Naval Blockade) યથાવત રાખવાની જાહેરાત બાદ બજારમાં ગભરાટ છે. હોર્મુઝ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર શિપિંગ પ્રવૃત્તિઓ (Shipping Activities) ઠપ્પ થતા સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર શેરબજાર (Stock Market) પર પણ પડી છે.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ (Sensex) આશરે 521 પોઈન્ટ ગગડીને 78,748 અને નિફ્ટી (Nifty) 128 પોઈન્ટના ઘટાડા સાથે 24,448 ના સ્તર પર પહોંચ્યો છે. જો ક્રૂડ ઓઇલના ભાવમાં આ જ રીતે વધારો ચાલુ રહ્યો તો આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં મોટો વધારો થઈ શકે છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago