Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

California- Bay Area માં INSAF એસોસીએશના બે ભવ્ય અવસરો

Chief Editor February 9, 2024
9-2 ins2

California- Bay Area માં INSAF એસોસીએશને ઈન્ડીયા રીપબ્લીક ડે અને રામ મંદિર નિર્માણ નો પ્રોગ્રામ,
AWC-Senior Center, Lake Elizabeth, Fremont માં ઉજવ્યો હતો.૨૦૨૪નું આગમન અને સાથે ભારતના
બે ભવ્ય અવસરો ઉજવવા ઉત્સાહથી સૌ એકત્રિત થયા હતા.


પ્રોગ્રામ ની શરુઆત ગણેશ વંદના થી કરવામાં આવી. સેક્રેટરી યોગેશ નાણાવટીએ સૌને આવકારતાં આજના કાર્યક્રમની
વિગતો આપી તથા ગયા મહીનાનો અહેવાલ રજુ કરી આ મહીનામાં જન્મેલ મેમ્બરોને અભિનંદન આપ્યા.
ત્યારબાદ સંસ્થાના આજીવન સલાહકાર શ્રી કૃષણસ્વામીએ ધ્વજ વંદનની શરુઆત કરતાં આજના બે મુખ્ય આમંત્રિત
મહેમાન શ્રીમતી સુશીલા બેન દેસાઇ અને શ્રી અશોક મુલે ને આવકાર્યાં.તેમને પુષ્પોનાં બુકે અર્પિત કર્યા. સુશીલા બેન વર્ષો
થી સંસ્થાના મેમ્બર છે.ઉમ્મર સાથે શારીરિક તકલીફો છતાં આજે પણ સકારાત્મક જીવન જીવે છે. હાલ માં જ city of
Fremont, Human Services dept.ને તેમણે જાતે ૬૦ ઉનની ટોપી( Beanies )નાના બાળકો માટે બનાવી
અને ભેટ આપી હતી જે તેમના ન્યુઝ બુલેટીન માં ફોટા સાથે જાહેર કર્યુ હતું. સુશીલા બેને ભારતીય ધ્વજ લહેરાવ્યો. અને
અશોક મુલે, જે સંસ્થા ના સૌથી જુના સ્થાપક મેમ્બરો માં થી એક છે, તેમણે અમેરીકન ધ્વજ ફરકાવ્યો. બંન્ને દેશોનાં
રાષ્ટ્રીય ગીતો થી આખ્ખો હોલ ગુંજી ઉઠ્યો.

Join Our WhatsApp Group


પછી રામ ભક્તિ માં સૌ તલ્લીન થઇ ગયા. જય શ્રી રામ નાં ગુંજન સાથે વસુ બેન શેઠે રામ ભજન થી શરુઆત કરી. એક
પછી એક રામ ભક્તો આગળ આવ્યા અને ભક્તિ ગીતો થી સૌને રામ રાજ્યનો એહસાસ કરાવ્યો. અમુક મેમ્બરોએ તો
૩૦ વર્ષ પહેલાં અયોધ્યા કર-સેવા માટે પોતે ગયા હતાં તેની યાદો તાજી કરી.
વચ્ચે વચ્ચે રાષ્ટ્રીય ગીતો…સારે જહાં સે અચ્છા હિંદુસ્તાં હમારા..કર ચલે હમ ફીદાં જાનો તન સાથીયોં…વિગેરે રજુ કર્યા.
લગભગ ૯૦ લોકો ઉપસ્થિત હતા જેઓએ ભાવુકતા સાથે તહેવારો ઉજવ્યા અને નવા વર્ષ નું સ્વાદિષ્ટ ભોજન લઇ ને
એક બીજાને ‘ Happy New Year ‘ wish કરી રવાના થયા.
Bay Area & Fremont ની Indian Community ને INSAF Association તરફથી ‘ Happy New Year
‘…..

( સંકલિત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: સીનીયર સીટીઝન ડલાસ, ગુરુકુળ 2024 ના વર્ષની પહેલી મીટીંગ
Next: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.