Botad Murder Case | બોટાદ (Botad) ના ખસ રોડ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી ચેટ (Chat) ના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
સોશિયલ મીડિયા પર એક યુવતીને મોકલવામાં આવેલા રિક્વેસ્ટ મેસેજ મુદ્દે સર્જાયેલા વિવાદનું સમાધાન કરવા માટે બોલાવાયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૨ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ખસ રોડ પર હરપાલ ખાચર, અક્ષય ખાચર અને સતુ બોરીચા નામના યુવકોને યુવતીના ભાઈ અને તેના સાગરીતોએ પ્લાનિંગ (Planning) મુજબ સમાધાનના બહાને બોલાવ્યા હતા. ત્યાં અચાનક થયેલા હુમલામાં હરપાલ ખાચરનું મોત થયું હતું. ગંભીર ઈજાગ્રસ્ત અક્ષય ખાચરને વધુ સારવાર માટે ભાવનગર (Bhavnagar) અને સતુ બોરીચાને બોટાદની હોસ્પિટલ (Hospital) માં દાખલ કરાયા છે.
આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા. બનાવની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા સહિત LCB અને SOGનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બોટાદ પોલીસે (Police) ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
