NRI

‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ

Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરતી એક નવી ફીચર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

આ ફિલ્મ પ્રખ્યાત કન્ટ્રી સિંગર બોબી કેશ (Bobby Cash)ના જીવન પર આધારિત હશે. દહેરાદૂનથી ઓસ્ટ્રેલિયાના ટેમવર્થ (Tamworth) સુધીની તેમની સંગાીતમય સફરને કારણે તેઓ ‘ધ ઈન્ડિયન કાઉબોય’ (The Indian Cowboy) તરીકે પ્રખ્યાત થયા હતા.

આ ફિલ્મનું નિર્દેશન સિડનીના જાણીતા ફિલ્મમેકર અનુપમ શર્મા (Anupam Sharma) કરશે. આ સાથે ઓસ્ટ્રેલિયન લેખક-નિર્દેશક વિક્ટોરિયા વુર્ફ મેકઈન્ટાયર (Victoria Wharfe McIntyre) સ્ક્રિપ્ટ લખશે અને ભારતીય નિર્માતા સતીશ શર્મા (Satish Sharma) આ પ્રોજેક્ટના કો-પ્રોડ્યુસર (Co-producer) રહેશે.

ન્યુ સાઉથ વેલ્સ (New South Wales) ના પ્રીમિયર ક્રિસ મિન્સ (Chris Minns) એ આ પ્રોજેક્ટની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બોબી કેશની વાર્તા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ખાસ જોડાણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક કલાકાર હિમાલયની પહાડીઓમાંથી નીકળીને ઓસ્ટ્રેલિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવે છે તે ખૂબ પ્રેરણાદાયી છે.

પોતાના જીવન પર બની રહેલી ફિલ્મ અંગે ખુશી વ્યક્ત કરતા બોબી કેશે કહ્યું, “દહેરાદૂનથી ગિટાર લઈને નીકળેલા કલાકારને ઓસ્ટ્રેલિયાએ સ્ટેજ આપ્યું અને ટેમવર્થે એક નવું નામ આપ્યું. મ્યુઝિક ને કોઈ સીમાઓ નથી હોતી.”

આ ફિલ્મ માત્ર એક બાયોપિક નથી, પરંતુ તેમાં સંગીત, સ્થળાંતર (Migration) અને સાંસ્કૃતિક ઓળખ જેવા મહત્વના વિષયોને આવરી લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેલેન્ટને એક મંચ પર લાવતી આ ફિલ્મ બે દેશો વચ્ચેના સિનેમેટિક સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશે.

Chief Editor

Recent Posts

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…

10 hours ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ

સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…

10 hours ago

અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો

Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…

21 hours ago

કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’

Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…

21 hours ago

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…

22 hours ago

30 હજારથી વધુ પ્રતિબંધ છતાં રશિયન અર્થતંત્ર મજબૂત, દિલ્હીમાં બોલ્યા વ્લાદિમીર પુતિન

BRICS Summit 2026 | નવી દિલ્હી (New Delhi) માં આયોજિત BRICS Summit 2026 માં ભાગ લેવા…

22 hours ago