Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ‘અયોગ્ય’ ગણાવીને રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે અરજીઓને અન્ય ઓફિસર દ્વારા ફરીથી ચકાસણી કરવા માટે મોકલી આપી છે.
નાણાકીય સ્થિતિ અંગે ઊભા કરાયા હતા પ્રશ્નો ઈમિગ્રેશન ઓફિસરે અરજદારોના બેંક સ્ટેટમેન્ટમાં જમા થયેલી એકમુશ્ત રકમનો સ્ત્રોત સ્પષ્ટ ન હોવાનું કહીને વિઝા રદ કર્યા હતા. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે અરજદારોના જુલાઈ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીના બેંક સ્ટેટમેન્ટમાં જમા રકમના સ્ત્રોત દર્શાવેલા જ હતા.
વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાના નિયમો જુદા જજ માઈકલ બટિસ્ટાએ અવલોકન કર્યું કે વિઝિટર વિઝા અરજદારો માટે કાયદાકીય રીતે પર્યાપ્ત નાણાકીય સંસાધનો સાબિત કરવા ફરજિયાત નથી, જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે આ નિયમ અલગ હોય છે. ઓફિસર પાસે નાણાકીય સ્ત્રોત વિશે વધુ માહિતી માંગવાનો વિકલ્પ હતો, પરંતુ પૂરતી માહિતી ન હોવાના આધારે સીધો વિઝા અસ્વીકાર કરવો અયોગ્ય હતો.
અરજદારોના પુરાવા ધ્યાને ન લેવાયા અરજદારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બેંક પ્રતિનિધિઓ દ્વારા પ્રમાણિત મિલકતો અને ભંડોળના વિગતવાર પુરાવા રજૂ કર્યા હતા. તેમ છતાં ઈમિગ્રેશન ઓફિસરે પોતાના નિર્ણયમાં આ મહત્વપૂર્ણ પુરાવાઓની નોંધ લીધી ન હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ નિર્ણયકર્તા અરજદાર દ્વારા રજૂ કરાયેલા મહત્વના પુરાવાઓને નકારીને સીધો નિર્ણય લઈ શકે નહીં.
ભારતીય અરજદારો માટે મોટી રાહત કેનેડાના વાર્ષિક ઈમિગ્રેશન રિપોર્ટ અનુસાર, 2024 માં ભારતે વિઝિટર પ્રોગ્રામ હેઠળ સૌથી વધુ 5.8 લાખ એટલે કે લગભગ 11.5% હિસ્સો નોંધાવ્યો હતો. આ સંજોગોમાં કેનેડિયન કોર્ટનો આ નિર્ણય એવા તમામ ભારતીય અરજદારો માટે આશાનું કિરણ બની શકે છે જેમના વિઝા યોગ્ય ચકાસણી વગર રદ કરવામાં આવે છે.
DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…
સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…
Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…
Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…
Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…
BRICS Summit 2026 | નવી દિલ્હી (New Delhi) માં આયોજિત BRICS Summit 2026 માં ભાગ લેવા…