
Trending Series And Movies: આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ્સ પર નવા કન્ટેન્ટનો વરસાદ જોવા મળી રહ્યો છે. Netflix થી લઈને Amazon Prime સુધીના દરેક પ્લેટફોર્મ પર દર્શકોના મનોરંજન માટે વિવિધ અને રસપ્રદ શો અને ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
જ્યારથી ઓવર ધ ટોપ એટલે કે OTT આવ્યું છે, ત્યારથી મનોરંજનમાં જરાય કમી આવી નથી. મોટા પડદા પર રિલીઝ થતી ફિલ્મો બોક્સ ઓફિસ પરથી ઉતાર્યા બાદ સીધી આ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપે છે. બોક્સ ઓફિસના સ્થાને હવે દર્શકો ઘરે બેઠા જ અલગ-અલગ વેબ સિરીઝ અને ફિલ્મોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ વર્ષે થ્રિલર, ડ્રામા, રોમાન્સ અને સામાજિક વાર્તાઓનું શ્રેષ્ઠ કોમ્બો દર્શકોને જોવા મળ્યું છે.
‘તેહરાન’ અને ‘ટેસ્ટ’ જેવા રોમાંચક ટાઇટલ્સથી લઈને ‘આપ જેસા કોઈ નહીં’ અને ‘મિસીસ’ જેવી દિલને સ્પર્શી જાય તેવી ફિલ્મો સુધી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો અને ZEE5 જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ દર્શકોને તાજા અને વિવિધ કન્ટેન્ટ સાથે જોડી રાખ્યા છે. જો તમે આમાંથી કોઈ શાનદાર ફિલ્મ મિસ કરી દીધી છે, તો અહીં 2025 ની એ 7 ભારતીય OTT ફિલ્મો છે, જે તમારે ચોક્કસ જોવી જોઈએ…
1. આપ જેસા કોઈ નહીં (You are the way you are)
-
ક્યાં જોવી: Netflix આર. માધવન અને ફાતિમા સના શેખ અભિનીત આ રોમેન્ટિક કોમેડી આધુનિક પ્રેમની જટિલતાઓ અને એકલતાને સુંદર રીતે દર્શાવે છે. વાર્તા એક રૂઢિચુસ્ત સંસ્કૃત પ્રોફેસર અને મોર્ડન ફ્રેન્ચ ટીચરના પ્રેમમાં પડવા અને સમાજ તથા પરિવારોની અપેક્ષાઓનો સામનો કરવા પર આધારિત છે.
2. તેહરાન (Tehran)
-
ક્યાં જોવી: Netflix, ZEE5 જ્હોન અબ્રાહમ સ્ટારર આ એક જિઓપોલિટિકલ સ્પાય થ્રિલર છે, જે 2012 માં દિલ્હીમાં થયેલા ઇઝરાયેલી બોમ્બ બ્લાસ્ટની તપાસ કરી રહેલા સ્પેશિયલ સેલ ઓફિસરની વાર્તા કહે છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.
3. ધ મહેતા બોયઝ (The Mehta Boys)
-
ક્યાં જોવી: Amazon Prime Video બોમન ઈરાની, અવિનાશ તિવારી અને શ્રેયા ચૌધરી દ્વારા અભિનીત આ ફિલ્મ પિતા-પુત્રના જટિલ સંબંધોને દર્શાવતી હૃદયસ્પર્શી વાર્તા છે. માતાના અચાનક અવસાન બાદ એક સંઘર્ષ કરતા આર્કિટેક્ટ અને તેના જૂના વિચારો ધરાવતા પિતાએ એકસાથે રહેવું પડે છે, જે તમને ભાવુક કરી શકે છે.
4. મિસીસ (Mrs.)
-
ક્યાં જોવી: ZEE5 સાન્યા મલ્હોત્રા અભિનીત આ ફિલ્મ રિચા નામની ડાન્સરની જિંદગીની વાર્તા છે. તે લગ્ન પછી રૂઢિચુસ્ત પરિવારમાં સામાજિક નિયમો અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કરે છે. આ 2021ની મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ની રિમેક છે.
5. સ્ટોલન (Stolen)
-
ક્યાં જોવી: Amazon Prime Video ફિલ્મ નિર્માતા કરણ તેજપાલની ‘સ્ટોલન’ એક રોમાંચક સર્વાઈવલ થ્રિલર છે. તે બે ભાઈઓની વાર્તા છે જેઓ એક આદિવાસી મહિલાના બાળકને ચોરી થતા જુએ છે અને તેને મદદ કરવાના પ્રયાસમાં કેવી મુશ્કેલીઓમાં ફસાય છે તે જોવા જેવું છે.
6. ટેસ્ટ (Test)
-
ક્યાં જોવી: Netflix આ તમિલ સ્પોર્ટ્સ સાયકોલોજિકલ થ્રિલર એક વિજ્ઞાની, એક સ્કૂલ ટીચર અને રિટાયરમેન્ટની નજીક રહેલા ક્રિકેટરની આસપાસ ફરે છે. ચેન્નાઈમાં એક હાઈ-સ્ટેક્સ મેચ દરમિયાન તેમના નૈતિક નિર્ણયોની કસોટી થાય છે. નયનતારા, આર. માધવન અને સિદ્ધાર્થના અભિનયના અહીં ખૂબ વખાણ થયા છે.
7. કોસ્ટા (Costa)
-
ક્યાં જોવી: ZEE5 નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત આ બાયોગ્રાફિકલ ફિલ્મ કોસ્ટા ફર્નાન્ડિસ નામના પ્રામાણિક અધિકારીની વાસ્તવિક વાર્તા પર આધારિત છે. જે ગોવામાં સોનાની દાણચોરીના મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કરે છે.
વર્ષ 2025 ભારતીય OTT પ્લેટફોર્મ્સ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. જો તમે આ ફિલ્મો હજુ સુધી જોઈ નથી, તો તેને તમારી વોચલિસ્ટમાં ચોક્કસ સામેલ કરો.
