Sports

ટેનિસ સ્ટાર અરાંત્સા સાંચેઝ વિકારિયોને પૂર્વ પતિએ છેતરી, 400 કરોડ ગુમાવ્યા

Arantxa Sanchez Vicario | સ્પેનની પ્રખ્યાત ટેનિસ (Tennis) ખેલાડી અરાંત્સા સાંચેઝ વિકારિયો (Arantxa Sanchez Vicario) પોતાની વ્યક્તિગત જિંદગીમાં મોટા આઘાતનો સામનો કરી રહી છે. 4 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અને ભૂતપૂર્વ World No.1 ટેનિસ પ્લેયરે પોતાના પૂર્વ પતિ Josep Santacana પર કરોડો રૂપિયાની સંપત્તિ ગાયબ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

એક સ્પેનિશ TV શોમાં વાતચીત દરમિયાન 54 વર્ષીય અરાંત્સા સાંચેઝ વિકારિયો (Arantxa Sanchez Vicario) એ ખુલાસો કર્યો કે તેમણે પોતાના પૂર્વ પતિ પર અંધ વિશ્વાસ કર્યો હતો.

ટેનિસ કારકિર્દી દરમિયાન તેમનું સંપૂર્ણ ધ્યાન રમત પર જ રહ્યું, તેથી તેમણે નાણાકીય બાબતો અને Bank એકાઉન્ટ્સની તમામ જવાબદારી પતિને સોંપી દીધી હતી. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેમની અંદાજે 31 Million Pound (લગભગ ₹400 કરોડ) ની સંપત્તિ ગાયબ થઈ ચૂકી છે.

આ સિવાય વર્ષ 2023 માં બેંકનું દેવું ન ચૂકવવાના કેસમાં કોર્ટે તેમને સસ્પેન્ડેડ સેન્ટેન્સ (Suspended Sentence) ફટકારી હતી. જેલ જવાથી બચવા માટે તેઓ આજે પણ પોતાની કમાણીનો 50% હિસ્સો બેંકને ચૂકવી રહ્યા છે.

17 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપન (French Open) જીતનારી આ મહાન ખેલાડીએ જણાવ્યું કે આ ઘટનાએ તેમને માનસિક રીતે ભાંગી નાખ્યા છે અને તેમને થેરેપી પણ લેવી પડી હતી.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago