
Amit Shah Taunt Rahul Gandhi Ahmedabad | કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. શાહે કટાક્ષ કરતા કહ્યું કે, “રાહુલ બાબા, અત્યારથી હારથી થાકી ન જશો, કારણ કે હજુ તો તમારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું બાકી છે.”
‘2029માં પણ મોદી સરકાર જ આવશે’ અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે (Amit Shah) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2029માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની જ સરકાર બનશે. તેમણે ઉમેર્યું કે ભાજપની જીતનું મુખ્ય કારણ તેના સિદ્ધાંતો છે, જેનાથી દેશની જનતા જોડાયેલી છે.
કોંગ્રેસના વિરોધ પર કર્યા પ્રહાર અમિત શાહે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ભાજપે દેશહિતમાં જે પણ નિર્ણયો લીધા, કોંગ્રેસે હંમેશા તેનો વિરોધ જ કર્યો છે. તેમણે નીચે મુજબના મુદ્દાઓ ગણાવ્યા હતા:
-
રામ મંદિરનું નિર્માણ.
-
પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક.
-
બાંગ્લાદેશી ઘૂસણખોરોને હટાવવાનો નિર્ણય.
-
કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી.
-
ત્રણ તલાક અને કોમન સિવિલ કોડ જેવા ઐતિહાસિક નિર્ણયો.
“રાહુલ બાબાને સમજાવવાની મારી ક્ષમતા નથી” વધુમાં કટાક્ષ કરતા ગૃહ મંત્રીએ (Amit Shah) કહ્યું કે, “જનતાને જે ગમે છે, કોંગ્રેસ તેનો જ વિરોધ કરે છે, તો પછી તેમને વોટ કેવી રીતે મળશે?” તેમણે હસતા મુખે ઉમેર્યું કે, “રાહુલ બાબાને સમજાવવાની મારી ક્ષમતા નથી, કારણ કે જેમને તેમની પોતાની પાર્ટી નથી સમજાવી શકી, તેમને હું કેવી રીતે સમજાવી શકું!”
