Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે લૂંટનું નાટક: 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના આરોપમાં ધરપકડ

Chief Editor March 14, 2026
11 Indian Nationals Charged in US Over Visa Fraud Scheme

અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા (Visa) મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગના ગુજરાતીઓ છે, તેમના વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના (Visa Fraud) ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે.

આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ ‘U વિઝા’ (U Visa) અને ગ્રીન કાર્ડ (Green Card) મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું (Fake Armed Robbery) નાટક રચ્યું હતું.

Join Our WhatsApp Group

શું હતું સમગ્ર કૌભાંડ (Scam)? અમેરિકામાં ‘U વિઝા’ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસ તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ (Work Permit) અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડનો રસ્તો ખુલી જાય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા મેસેચ્યુસેટ્સ (Massachusetts), કેન્ટુકી (Kentucky) અને ઓહાયો (Ohio) જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસી કેશ લૂંટી ભાગી જતો, જે CCTV માં કેદ થતું. ત્યારબાદ કર્મચારીઓ પોલીસને પોતે ‘ભોગ બન્યા’ હોવાનું જણાવી વિઝા માટે અરજી કરતા હતા.

ઝડપાયેલા આરોપીઓ અને નેટવર્ક અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (Department of Justice) મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ અને અન્ય સહિત 11 લોકો સામેલ છે. તપાસમાં બહાર આવ્યું છે કે રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ પ્લાનિંગ કરતો હતો. તે ‘ભોગ બનનાર’ પાસેથી પૈસા લઈ સ્ટોર માલિકોને લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો.

કેટલી સજા થઈ શકે? જો આ કાવતરામાં દોષિત ઠરે, તો આરોપીઓને 5 વર્ષ સુધીની જેલની સજા અને $2,50,000 (આશરે 2 કરોડ રૂપિયા)થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ (Deport) કરવામાં પણ આવી શકે છે. અત્યાર સુધીમાં દીપિકાબેન પટેલને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે.

ઝડપાયેલા ગુજરાતીઓ

  1. જિતેન્દ્રકુમાર પટેલ (39 વર્ષ): માર્શફિલ્ડ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
  2. મહેશકુમાર પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
  3. સંજયકુમાર પટેલ (45 વર્ષ): ક્વિન્સી, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
  4. દીપિકાબેન પટેલ (40 વર્ષ): વેમાઉથ, મેસેચ્યુસેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેમને હવે ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
  5. રમેશભાઈ પટેલ (52 વર્ષ): યુબેન્ક, કેન્ટુકીમાં બિનકાયદેસર વસવાટ.
  6. અમિતાબહેન પટેલ (43 વર્ષ): પ્લેનવિલે, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
  7. રોનકકુમાર પટેલ (28 વર્ષ): મેરીલેન્ડ હાઇટ્સ, મિઝોરીમાં બિનકાયદેસર વસવાટ.
  8. સંગીતાબેન પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
  9. મિનકેશ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયોમાં બિનકાયદેસર વસવાટ.
  10. સોનલ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયોમાં બિનકાયદેસર વસવાટ.
  11. મિતુલ પટેલ (40 વર્ષ): વુસ્ટર, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Fraud (છેતરપિંડી) Green Card (ગ્રીન કાર્ડ) Kentucky (કેન્ટુકી) Massachusetts (મેસેચ્યુસેટ્સ) Ohio (ઓહાયો) U Visa (U વિઝા) USA (અમેરિકા) Visa Fraud (વિઝા ફ્રોડ)

Post navigation

Previous: ટ્રમ્પની મોટી જાહેરાત: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની માહિતી આપનારને ₹92 કરોડનું ઈનામ
Next: વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પિતાએ લગાવ્યા લવ જિહાદનો આરોપ
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.